પશુઓમાં થતા રોગ, લક્ષણો, અટકાવ અને સારવારની સંપૂર્ણ માહિતી- જાણો વિગતવાર

Share post

ઘણીવાર પશુઓમાં વિવિધ રોગ થતાં હોય છે. એમાંથી આફરો એ મુખ્યત્વે દુધાળા પશુ એટલે કે ગાય, ભેંસ, ઘેટા, બકરા વગેરેમાં જોવાં મળતો એક પ્રકારનો રોગ છે. પશુઓનાં પેટમાં ખોરાકનાં પાચન દરમ્યાન સતત ગેસ ઉત્પન્ન થતો રહે છે. જે મોટાભાગે મોં દ્વારા જ બહાર આવતો હોય છે, પણ જ્યારે આ ગેસ વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય તેમજ તે બહાર ન જાય તો તે પેટમાં ભરાયેલો રહે છે, તેમજ પેટ પણ ફુલવા લાગે છે. જેને ‘આફરો’ તરીકે ઓળખવામાં આવે છે.

જો આ રોગ અચાનક જ થઈ જાય તો તેને તાત્કાલિક સારવાર આપવી એ ખૂબ જરૂરી છે, નહીં તો તે જીવલેણ પણ બની શકે છે. આ રોગ મુખ્યત્વે તાજો તેમજ નવો ફૂટેલો પશુનો ઘાસચારો હોય તેને વધુ પ્રમાણમાં ખાવાથી થાય છે. આની ઉપરાંત પશુઓને વધુ માત્રામાં પ્લાસ્ટિકની બેગ ખાવામાં આવે તેમજ ક્યારેક ધારદાર ધાતુને ખાઈ જવાથી તેમજ અન્નનળીમાં કોઈ અવરોધ આવી જવાથી આ રોગ થતો હોય છે.

ચોમાસાની ઋતુમાં કુણા તેમજ લીલા ઘાસચારાને લીધે પશુઓમાં આફરા નું પ્રમાણ વધુ જોવાં મળે છે. આફરાનાં મુખ્ય લક્ષણોમાં પશુઓનાં પેટમાં ડાબી બાજુનો ભાગ ફૂલીને ઢોલકા જેવો બની જતો હોય છે. આ રોગ જો ઓછા પ્રમાણમાં હોય તો પશુ ને કોઈપણ જાતની સમસ્યા થતી નથી તેમજ ક્યારેક તો આપમેળે જ મટી જતો હોય છે.

જો આ રોગ સતત વધતો જ જાય તો પશુનું પેટ સતત ફુલવા લાગે છે, તેમજ એના પર હાથ લગાવવાથી ઢોલક જેવો જ લાગે છે. પશુ ઉઠ-બેસ વધુ પ્રમાણમાં કરે છે, તેમજ પોતાના દાંત કચડે છે. આ રોગ ખૂબ જ વધુ પ્રમાણમાં ફેલાઈ જાય તો પશુઓને શ્વાસ લેવામાં પણ ઘણી તકલીફ પડે છે, તેમજ મોં ખુલ્લું રાખીને જ શ્વાસ લેવો પડે છે.

ઘણીવાર તો પશુઓ આડા પણ પડી જાય છે, તેમજ શ્વાસ ન લઇ શકવાને લીધે મૃત્યુ પામતા હોય છે. આ રોગની તાત્કાલિક સારવાર કરાવવી પણ ખૂબ જ જરૂરી છે. જો આ રોગ થોડા પ્રમાણમાં હોય તો પશુ હલનચલન પણ કરી શકે છે. આ રોગની પ્રાથમિક સારવાર માટે પશુઓને સીધું રાખવું જોઈએ તેમજ થોડું ચલાવવું પણ જોઈએ.

પેટનાં ભાગને લુછવું જોઈએ તથા પશુનાં મો ની પાસે લાકડું પણ બાંધવું જોઇએ. જેનાથી પશુ તેને ચાટે અને તેને લાળનું પ્રમાણ વધે જેનાં કારણે ગેસ બનવા નું પ્રમાણ ઘણું ઓછું થાય છે. આની ઉપરાંત પશુનાં ગળાનાં ભાગમાં પણ હાથ ફેરવવો જોઇએ. જેનાંથી પશુ ગેસને બહાર કાઢી શકે.

ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે, કે પશુને જો આ રોગનાં સામાન્ય ચિહ્નો પણ જણાય તો ઘેટા=બકરા જેવાં પશુ મા કુલ 10-20 ગ્રામ તેમજ ગાય ભેંસ જેવાં પશુમાં કુલ 40-50 ગ્રામ ખાવાનો સોડા દેવાથી ઘણી રાહત પણ થાય છે. જો આ રોગ ખૂબ વધુ પ્રમાણમાં હોય તેમજ પશુ ને શ્વાસ લેવામાં પણ ઘણી તકલીફ પડતી હોય તો પશુનો જીવ બચાવવાં માટે તાત્કાલિકપણે પશુ ડોક્ટરનો સંપર્ક કરીને સારવાર કરાવવી પણ ખૂબ જ જરૂરી છે.

આવી ઘટનામાં પશુ ડોક્ટર રબર પાઈપને મો મારફતે પેટમાં જવાં દે છે તેમજ પેટમાં સીધું જ પાડી દે છે. જેને કારણે પેટમાં રહેલ ગેસ બહાર નીકળી જાય તથા છાતી પર પેટનો દબાણ પણ ઘણું ઓછું થઈ જાય. જો આ રોગ અને માં અવરોધ ને લીધે થયો હોય તો એ અવરોધને પશુની અન્નનળી પર હાથ ફેરવીને એને મો બાજુ તેમજ નાની રબરનાં પાઇપ વડે પેટમાં ધકેલી દેવું જોઈએ.

જો અન્નનળીનો અવરોધ ખસી શકે એમ ન હોય તો એને અને શસ્ત્ર ક્રિયા વડે કાઢવો પડે છે. આ રોગ લાંબા સમય સુધી રહે તો પશુનાં પેટની દીવાલ ને ઘણું જ નુકશાન થાય છે. આ કારણે તેની સમયસર સારવાર કરાવવી પણ ખૂબ જ જરૂરી છે. આ રોગ જો પ્રાથમિક સારવાર થી ન મટે તો ક્યારેક એમાંથી પ્લાસ્ટિક તેમજ અન્ય ધાતુ પણ નીકળતી હોય છે.

આ દરમિયાન પશુઓને અન્ય સ્વસ્થ પશુનાં વાગોળ અસર પામેલ પશુનાં પેટમાં સીધો જ નાખી પણ શકાય છે. પશુમાં આ રોગ ન થાય તેની માટે પશુનાં ખોરાક પર પણ ઘણું ધ્યાન રાખવું જરૂરી છે. પશુને વિવેકપૂર્વક લીલો તેમજ સૂકો ઘાસચારો ખોરાકમાં આપવો જોઈએ તથા પૂરતા પ્રમાણમાં પાણી પણ આપવું જોઈએ.

આની ઉપરાંત પશુને લીલો તેમજ નવો ઘાસચારો આપવામાં પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. પશુનાં ખોરાકમાં ઘાસચારો તથા ખાસ કરીને તો લીલા ઘાસચારાનું પ્રમાણ ધીમે ધીમે વધારવું પણ જોઈએ. આ રોગને થતો અટકાવવાં માટે ઘાસચારો તથા ખાણ દાણ કે જેને ટોટલ મિક્સર રાશનનાં નામથી પણ ઓળખવામાં આવે છે.

તેવી ખોરાકની આ પદ્ધતિ અપનાવવાથી પણ ઘણા ફાયદા થતાં હોય છે. આ પદ્ધતિને લીધે પશુઓની ઉત્પાદન ક્ષમતા તથા પ્રજનન ક્ષમતા પણ સારી રીતે વધારી શકાય છે, તથા આ જીવલેણ રોગને પણ મટાડી શકાય છે. પશુનાં ખોરાકમાં ઘાસચારો તથા ખાસ કરીને તો લીલા ઘાસચારાની માત્રા ધીમે ધીમે વધારવી પણ જોઈએ.

આ રોગને થતો અટકાવવા માટે ઘાસચારો તથા ખાણદાણ કે જેને તો ધીમે ધીમે શરૂ રાખવો જોઈએ તથા એની માત્રામાં પણ ધીરે ધીરે વધારો કરવો જોઈએ. બને ત્યાં સુધી માત્ર સૂકો ઘાસચારો પણ ન આપવો જોઈએ પણ સૂકા લીલા ઘાસચારાનું મિશ્રણ પણ આપવું જોઈએ. પશુઓને ભુખ્યા ન રાખતાં સમયાંતરે વિવેકપૂર્વક ઘાસ ચારો આપવો જોઈએ. ભૂખ્યા પશુ ખૂબ જ ઝડપથી વધુ માત્રામાં ઘાસચારો ખાવાથી આ રોગ થવાની શક્યતા પણ ઘણી વધી જાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post