11 વીઘાના ખેતરમાં, આ ખેડૂત ભાઈએ કરી સંપૂર્ણ ગાય આધારિત ખેતી અને મેળવી સફળતા

Share post

આપણો દેશ એક કૃષિપ્રધાન દેશ રહેલો છે. આપણા દેશનાં ખેડૂતો જુદી-જુદી ભાતની ખેતી કરી રહ્યાં છે. ઘણાં ખેડૂતો તો ઓછા પ્રમાણમાં પાકનું ઉત્પાદન કરીને વધુ આવક મેળવતાં હોય છે. ત્યારે આ રીતે ખેતી કરનાર ખેડૂતનાં સમાચાર હાલમાં સામે આવી રહ્યાં છે. તો આવો જાણીએ ..

જામનગર જીલ્લામાં આવેલ ધ્રોલ ગામમાં રહેતાં એક ખેડૂત દંપતિ જિજ્ઞેશભાઇ તથા દિપ્તિબેન પરમારએ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેઓ કુલ 11 વીઘાની જમીન વિસ્તારમાં સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરીને મગફળી, મકાઈ, બાજરી, મગ, મઠ, અડદ, હળદર જેવાં ઘણાં પાકો મેળવી રહ્યાં છે તેમજ સંપૂર્ણ ગુણવત્તાલક્ષી, આરોગ્યપ્રદ, રસાયણરહિત આ પાકો મેળવીને વર્ષે અંદાજે કુલ 11 લાખ રૂપિયાની આવક મેળવી રહ્યાં છે.

ડ્ર્રીપ ઈરીગેશન સીસ્ટમ દ્વારા સજીવ ખેતીમાં અનેરી સફળતા મેળવનાર જિજ્ઞેશભાઇએ જણાવતાં કહ્યું હતું, કે ધ્રોલ વિસ્તારમાં સામાન્ય રીતે પાણીની કટોકટી તથા પાસે કોઇ ડેમ સાઇટ ન હોવાંને કારણે ભૂગર્ભ જળનો ઉપયોગ પણ કરવાનો રહે છે ત્યારે ટપક સિંચાઈ પધ્ધતિથી પિયત કરવી એ ઘણું અનુકુળ રહે છે.

ઓછું પાણી, ગુણવત્તાલક્ષી બીજની પ્રાપ્તિ તથા વીજળીની બચતની સાથે જ વધારે માં વધારે પાક મેળવવો, સંપૂર્ણ ગુણવત્તાલક્ષી ઉત્પાદન અમે મેળવી રહ્યાં છીએ. આની સાથે જ સંપૂર્ણ ગાય આધારિત ખેતી મારા ખેતરને તેમજ મારા તમામ પાકને કેમિકલથી પણ મુક્ત રાખે છે, તેમજ આથી જ મારાં પાકની ખરીદી કરનાર લોકોને ગુણવતાલક્ષી પાકની સાથે સ્વસ્થ જીવનની ભેટ આપી શકયાનો પણ અમને સંતોષ ર્રહેલો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post