અબોલ પશુઓની વારે આવ્યો સૌરાષ્ટ્રનો આ પરિવાર: ગૌમાતા માટે એટલું દાન આપ્યું કે…

Share post

કોરોના મહામારીની અસર તમામ ક્ષેત્રના લોકો પર પડી છે. કેટલાંક લોકોને તો પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. આ મહામારીની અસર તો અબોલ પશુઓ પર પણ પડી હોય એવું જોવા મળી રહ્યું છે. કારણ કે, ગૌશાળામાં રહેતી ગૌ માતાને પણ ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે. કોરોના જેવા કપરાં સમયમાં ગૌમાતાને આપણે પણ થોડું દાન આપી શકીએ છીએ.

એવું કહેવામાં આવે છે કે, જેવી ગૌમાતાની સ્તિથી એવી જ દેશની તેમજ દેશવાસીઓની સ્તિથી. તેથી આપણે પણ પુણ્યનાં કાર્યમાં થોડા સહભાગી બનીએ. કેટલાંક વ્યક્તિઓ ગૌશાળામાં ગૌમાતાના ઘાસચારા માટે દાન આપતા હોય છે પરંતુ કોરોનાને કારણે ધંધા-રોજગાર ભાંગી પડવાથી દાનની આવક બંધ થઈ ગઈ છે. જેને કારણે સંચાલકોએ તો ગાયોને રઝળતી મૂકી દીધી છે.

હાલમાં તો અનલોક થઈ જવાથી તમામ વસ્તુ ચાલુ થઈ ગઈ છે ત્યારે કેટલાંક લોકો ગૌશાળામાં દાન આપી રહ્યાં હોય એવી એક જાણકારી હાલમાં ગુજરાતમાં આવેલ ભાવનગર જીલ્લામાંથી સામે આવી રહી છે.  285 વર્ષ જુની કુલ 2,700થી પણ વધારે નિરાધાર પશુઓને આશરો આપતી તેમજ દરરોજનો કુલ 85,000થી પણ વધારે ખર્ચ ધરાવતી ભાવનગરમાં આવેલ પાંજરાપોળ સંસ્થાને આપને ત્યાં આવતા કોઇપણ પ્રસંગે અન્નદાન આપવા માટેનો અનુરોધ કરવામાં આવ્યો છે.

ઓઝા પરિવાર તરફથી પાંજરાપોળને માત્ર 1 વર્ષમાં કુલ 14 ઘાસચારીની ગાડીનું દાન આપવામાં આવ્યુ છે. ભાવનગરમાં રહેતા જીવદયા પ્રેમીઓ તરફથી અબોલ પશુઓ માટે સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. 31 ઓક્નાટોબરનાં રોજ સંસ્થાના કાયમી આધારસ્તંભ દાનવીર દર મહીને ધાસચારાની ગાડીનો ચેક અર્પણ કરતા જીવદયાપ્રેમી માધવીબેન અક્ષયભાઈ (એડવોકેટ) ઓઝા-નીરવ અક્ષયભાઈ ઓઝા ભાવનગર તરફથી કુલ 1 ટ્રક એટલે કે, કુલ 27,000 રૂપિયાની સહાય 1 વર્ષના ટુકા સમયગાળામાં આજની ધાસચારાની ગાડી થઈને કુલ 14 ધાસચારાની ગાડી સંસ્થાને દાન આપવામાં આવી છે.

પાંજરાપોળને દાન આપવા માટે:
બેન્કમાં ડાયરેક્ટ પેમેન્ટ જમાં કરાવવા માટે ભાવનગર પાંજરાપોળ, SBI બેંક, દરબાર ગઢ શાખા, ખાતા નં.66023163050 IFSC કોડ ‘sbin0060007’  તમામ પ્રકારના ડીજીટલ પેમેન્ટ સ્વીકાર્ય છે. આ લિંક  પરથી ‘https//paykun.in’  વધારે જાણકારી માટે આ નંબર પર સંપર્ક કરો. રાજુભાઇ ધીવાળા 9426916999, અનીલભાઇ ખીલ્લાવાળા 9426210401, કેતન મોણપર 9328949588, મનીશ મામુ 9427344499.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post