ગુજરાત: ગૌવંશથી ભરેલો ટેમ્પો કતલખાને જઈ રહ્યો હતો, અચાનક થયો ચમત્કાર અને…

Share post

ગુજરાતમાંથી ઘણીવાર ગૌમાંસની હેરાફેરી થતી હોય એવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. આની સાથે જ હેરાફેરી કરનાર ઈસમોની ધરપકડ કરવામાં આવતી હોય છે. જેને કાબુમાં રાખવા માટે શિવસેના, બજરંગ દળ જેવા ગૌપ્રેમી સંગઠનો કામ કરી રહ્યા છે ત્યારે આ કડીમાં મોરબી શિવસેના,બજરંગ દલ સહિત કેટલીક સંસ્થાઓના ગૌરક્ષકોની ટીમે જોડિયા પાસેથી પાડા ભરેલ વાહન પકડી પાડવામાં આવ્યું હતું તથા અબોલ જીવોને કતલખાને ધકેલાતા પહેલાં જ બચાવી લેવામાં આવ્યા હતા.

મળી રહેલ જાણકારી પ્રમાણે, મોરબી શિવસેના, બજરંગદળ તથા ગૌરક્ષક કમાન્ડો ફોર્સ મહાકાલ ગ્રુપ સહિત કેટલીક સંસ્થાના ગૌરક્ષકોને મળેલ માહિતીને આધારે જોડિયા ગામ પાસે જામ દુધઈ ગામ નજીક પસાર થતા વાહનને પકડી પાડતાં એમાંથી કતલખાને ધકેલાતા કુલ 43 પાડા મળી આવ્યા હતા. જે અબોલ જીવોને કતલખાને ધકેલાતા પહેલાં બચાવી લેવામાં આવ્યાં હતા.

ગૌરક્ષકોની ટીમ પાસેથી મળેલ જાણકારી મુજબ પહેલાં શિવસેના તથા બજરંગદલના ગૌરક્ષકો કચ્છમાં આવેલ ચિત્રોડ નજીક જે ગાડીનો પીછો કરતા હતા તથા પાયલોટ કાર સાથે હોય જેને ગૌરક્ષકો પર હુમલો કર્યો હતો તે સમયે ફરાર થવામાં સફળ રહ્યો હતો. આજે ગૌરક્ષકોની ટીમે જોડિયા પાસેથી ગાડી પકડી પાડી હતી.

આ ગૌવંશ બચાવવાનાં કાર્યને સફળ બનાવવા માટે શિવસેના પ્રમુખ કમલેશભાઈ બોરીચા, બજરંગદળ ઉપપ્રમુખ ચેતનભાઈ પાટડીયા, ગૌ રક્ષક કમાન્ડો ફોર્સ, મહાકાલ ગ્રુપ મોરબીના વૈભવ પટેલ, પાર્થ પટેલ ઈશ્વરભાઈ જીતુભાઈ ચાવડા તથા જીગ્નેશ મિસ્ત્રી અને જામનગર વિશ્વ હિંદુ પરિષદ તેમજ અખિલ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના ગૌરક્ષકો જોડાયેલ હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…