ટૂંક જ સમયમાં આવી રહ્યું છે “અનલોક 3”: શાળા અને કોલેજો માટે લેવાઈ શકે છે મહત્વના નિર્ણય- જાણો વિગતે

Share post

મિત્રો, તમે બધા જાણતા જ હશો કે સ્કૂલ અને કોલેજ આ કોરોના કહેરના કારણે વિધાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી પરંતુ હાલમાં હવે તેના વિષે ચર્ચા કરવામાં આવે છે. કોરોનાના વધતા સંક્રમણને રોકવા માટે માર્ચ મહિનામાં આખા દેશમાં લોકડાઉન લાગ્યું હતું. જે જૂન મહિના સુધી ચાલ્યું. 30 જૂનના રોજ અનલોક 1ની અંતર્ગત કોરોના સંકટના લીધે લગાવામાં આવેલા લોકડાઉનમાં ઢીલ આપી હતી. ત્યારબાદ એક જુલાઇથી અનલોક-2 શરૂ થયું. જે 31મી જુલાઇના રોજ ખત્મ થવા જઇ રહ્યું છે. અનલોક-3 માટે એસઓપી બનાવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે. સ્વાભાવિક છે કે 31 જુલાઇના રોજ અનલોક-2 ખત્મ થઇ રહ્યું છે.

સૂત્રોના મતે અનલોક-3મા સોશિયલ ડિસ્ટેન્સિંગની સાથે થિયેટર ખૂલી શકે છે. સૂચના પ્રસારણ મંત્રાલયે આ સંબંધમાં ગૃહ મંત્રાલયને એક પ્રસ્તાવ મોકલ્યો છે. જેમાં 1 ઑગસ્ટથી સિનેમા હોલ ખોલવાની વાત કહી છે. આની પહેલાં સૂચના પ્રસારણ મંત્રાલય અને સિનેમા હોલ માલિકોની વચ્ચે કેટલીય બેઠકો થઇ હતી.

ત્યારબાદ સિનેમા હોલ માલિક, 50 ટકા દર્શકોની સાથે થિયેટર શરૂ કરવાની તૈયારી થઇ ગઇ છે. જો કે મંત્રાલય ઇચ્છે છે કે શરૂઆતમાં 25 ટકા સીટની સાથે સિનેમા હોલ ખોલવામાં આવે અને નિયમોનું કડકાઇથી પાલન થાય. એટલું જ નહીં અનલોક-3માં સિનેમા હોલની સાથે જિમ પણ ખોલી શકે છે.

જો કે અનલોક-3ને લઇ વિચાર વિમર્શ ચાલી રહ્યો છે. આની પહેલાં કહેવાતું હતું કે આ વખતે સ્કૂલ-કોલેજો ખોલવા પર વિચાર કરી રહ્યા છે પરંતુ છેલ્લાં કેટલાંક દિવસોમાં જે સ્પીડથી દેશમાં કોરોનાના કેસ વધ્યા છે તેને લઇ સરકાર પણ ચિંતિત છે. આથી હાલ સ્કૂલ-કોલેજ પર પ્રતિબંધ ચાલુ રહી શકે છે. સૂત્રોનું માનીએ તો અત્યારે સ્કૂલ અને મેટ્રો ખોલવા પર વિચાર કરાયો નથી. તો રાજ્યો માટે પણ અનલોક 3માં થોડીક વધુ ઢીલ આપી શકાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post