પાક નુકશાન માટે આ તાલુકાઓને મળશે સહાય, જાણો તમારો તાલુકો છે કે નહીં -રાજ્ય સરકારની મોટી જાહેરાત

Share post

હાલમાં સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદને કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જવાથી પાકને ખુબ જ નુકસાન થયું છે. આવા કપરાં સમયમાં રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક સહાય યોજનાને લઈ એક જાણકારી સામે આવી રહી છે. CM વિજય રૂપાણીએ (Vijay rupani) વિધાનસભા ગૃહના (Leader of Assembly) નેતા તરીકે 14મી વિધાનસભાના 7માં સત્રના પહેલાં દિવસે નિયમ-44 અન્વયે નિવેદનમાં રાજ્યનાં ધરતીપુત્રોને આ વર્ષે ખરીફ ઋતુમાં અતિભારે વરસાદને કારણે થયેલ પાક નુકશાનની (Crop Failure) સામે ઉદાર પેકેજની (Gujarat faremrs relief package) જાહેરાત કરવામાં આવી હતી.

ચાલુ વર્ષે પણ ખરીફ ઋતુમાં ઘણાં તાલુકામાં 19 સપ્ટેમ્બરની પરીસ્થિતિએ થયેલ નુકશાન અંગે કૃષિ વિભાગ દ્વારા થયેલ સર્વેના આકલન સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા વિચારણાને અંતે રાજ્યના કુલ 20 જિલ્લાઓના કુલ 123 તાલુકાના અંદાજે કુલ 51 લાખ હેક્ટરથી વધારે વાવેતર વિસ્તાર પૈકી સહાયના ધોરણો પ્રમાણે અંદાજે કુલ 37 લાખ હેક્ટર વિસ્તાર સહાયને પાત્ર થશે. આની માટે કુલ 3,700 કરોડ રૂપિયાનુ સહાય પેકેજ રાજ્યના ખેડુતોને નુકસાનીમાં મદદરૂપ થવા માટે જાહેર કરવામાં આવ્યું છે.

જેમાં કુલ 33% અને તેથી વધારે પાક નુકશાનીના કિસ્સામાં વધારેમાં વધારે કુલ 2 હેક્ટર માટે કુલ 10,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. ખેડુત ખાતેદાર ગમે તેટલી ઓછી જમીન ધરાવતો હોય તો પણ તેને ઓછામાં ઓછા કુલ 5,000 ચુકવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ સહાય પેકેજથી રાજ્યના અંદાજે કુલ 27 લાખ જેટલા ખેડુત ખાતેદારોને ખાતા દીઠ સહાયનો લાભ આપવામાં આવશે.

1. કચ્છમાં આવેલ અબડાસા ,અંજાર, ભચાઉ, ભુજ, ગાંધીધામ, લખપત, માંડવી, મુંદ્રા, નખત્રાણા તથા રાપર.

2. દેવભૂમિ દ્વારકામાં આવેલ ભાણવડ, દ્વારકા, કલ્યાણપુર તથા ખંભાળીયા

3. ભરુચમાં આવેલ આમોદ, અંક્લેશ્વેર, ભરુચ, હાંસોટ, જંબુસર, ઝગડીયા ,નેત્રંગ , વાગરા તથા વાલીયા.

4. પાટણમાં આવેલ ચાણસ્મા , હારીજ, રાધનપુર , સમી , સાંતલપુર તથા શંખેશ્વર.

5. અમદાવાદમાં આવેલ બાવળા, દેત્રોજ, ધંધુકા, ધોલેરા તથા ધોળકા.

6. મોરબીમાં આવેલ હળવદ માળીયા (મી.), મોરબી , ટંકારા તથા વાંકાનેર

7. જૂનાગઢમાં આવેલ ભેસાણ , કેશોદ , માળીયા, માણાવદર, માંગરોળ , મેંદરડા , વંથલી, વિસાવદર તથા જૂનાગઢ સિટી.

8. અમરેલીમાં આવેલ અમરેલી , બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, ખાંભા, લાઠી, લીલીયા, રાજુલા, સાવરકુંડલા તથા કુકાવાવ.

9. જામનગરમાં આવેલ ધ્રોલ, જામજોધપુર, જામનગર, જોડીયા, કાલાવાડ તથા લાલપુર.

10. પોરબંદરમાં આવેલ કુતિયાણા, પોરબંદર તથા રાણાવાવ.

11. રાજકોટમાં આવેલ ધોરાજી , ગોંડલ, જામકંડોરણા, જસદણ, જેતપુર, કોટડાસાંગાણી, લોધીકા, પડધરી, રાજકોટ, ઉપલેટા તથા વિછિયા.

12. ગીર સોમનાથમાં આવેલ ગીરગઢડા, કોડીનાર , સુત્રાપાડા , તાલાલા, ઉના તથા વેરાવળ.

13. મહેસાણામાં આવેલ બેચરાજી, કડી તથા મહેસાણા.

14. બોટાદમાં આવેલ બોટાદ, બરવાળા ,ગઢડા, રાણપુર.

15. સુરેન્દ્રનગરમાં આવેલ ચોટીલા, ચુડા, દસાડા, ધ્રાંગધ્રા લખતર, લીંબડી, મુળી, સાયલા, થાનગઢ, વઢવાણ.

16. ભાવનગરમાં આવેલ ભાવનગર , ઉમરાળા, વલ્લભીપુર, જેસર, મહુવા તથા શિહોર.

17. સુરતમાં આવેલ બારડોલી , મહુવા માંડવી (સુ), માંગરોળ, ઓલપાડ, ઉમરપાડા.

18. નવસારીમાં આવેલ જલાલપોર.

9. નર્મદામાં આવેલ નાંદોદ.

20. આણંદમાં આવેલ સોજીત્રા તથા તારાપુર.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post