રૂપાણી સરકારની ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત: કિસાન યોજનામાં હવેથી કોઈ પ્રિમિયન નહીં ભરવું પડે- જુઓ વિડીયો

Share post

આજ રોજ પ્રેસ કોન્ફરન્સ દ્વારા ગુજરાતના ખેડૂતો માટે CM રુપાણીએ એક મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ રાજ્યના લાખો કિસાનોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી કિસાન યોજનાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) અને કૃષિ મંત્રી આર.સી. ફળદુ (RC Faldu)ની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ આ યોજનાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે તેમણે કહ્યુ હતુ કે, ખેતીમાં ખાસ કરીને ખરીફ ઋતુમાં વરસાદની અનિયમિતતા ખેડૂતોને આર્થિક નુકસાન કરનાર પરિબળ છે. આવા કુદરતી આપત્તિના પ્રસંગોએ ખેડૂતોને થતા પાક નુકસાન માટે પારદર્શક અને સરળ પદ્ધતિ જેમાં રાજ્યના બધા જ ખેડૂતોનો સમાવેશ થાય અને નુકસાન થયેલ ખેડૂત રહી ન જાય તે ધ્યેય સાથે ખરીફ ઋતુમાં કુદરતી આપત્તિથી થયેલા પાક નુકસાન સામે યોજના અમલમાં મૂકવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. 33 ટકાથી 60 ટકા સુધીનું નુકસાન થયું હશે તો હેક્ટર દીઠ 20 હજાર રૂપિયા અને 60 ટકાથી વધુ નુકસાન હશે તો 25 હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે.

ગુજરાતના મુખ્યમંત્રીએ આજે ખેડૂતો પણ મહેરબાન થતા સ્પષ્ટ પણે જણાવ્યુ હતુ કે, આ યોજનાનો લાભ રાજ્યના નાના, મોટા, સીમાંત બધા જ ખેડૂતોને આવરી લેવાયા છે. એટલું જ નહીં, આ યોજના માટે ખેડૂતે કોઈ જ પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં. આ યોજના સરળ અને પારદર્શી છે. તેમણે જણાવ્યું હતુ કે એસ.ડી આર એફના લાભો યથાવત રાખીને આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના લાભ અપાશે. આ યોજના હેઠળ 1. અનાવૃષ્ટિ (દુષ્કાળ), અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ (માવઠું)ના જોખમોથી થયેલા પાક નુકસાનને સહાય માટે પાત્ર ગણવામાં આવશે. આ ત્રણેય જોખમો સામે સહાયના ધોરણો અને અન્ય વિગતો નીચે પ્રમાણે રહેશે.

1) અનાવૃષ્ટિ (દુષ્કાળ)
જે તાલુકામાં ચાલુ સિઝનનો 10 ઈંચથી ઓછો વરસાદ પડ્યો હોય અથવા રાજ્યમાં ચોમાસુ શરૂ થાય ત્યાંથી 31 ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા (28 દિવસ) વરસાદ પડ્યો ન હોય એટલે કે સતત શૂન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલા પાકને નુકસાન થયું હોય તેને અનાવૃષ્ટિ (દુષ્કાળ)નું જોખમ ગણવામાં આવશે.

2) અતિવૃષ્ટિ
તાલુકાને યુનિટ ગણી અતિવૃષ્ટિના પ્રસંગો જેવા કે વાદળ ફાટવું, સતત ભારે વરસાદ કે જેમાં દક્ષિણ ગુજરાત રિજિયનના જિલ્લાઓ (ભરુચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ) માટે 48 કલાકમાં 35 ઇંચ કે તેથી વધુ અને તે સિવાયના રાજ્યના તમામ જિલ્લાઓમાં 48 કલાકમાં 25 ઇંચ કે તેથી વધુ વરસાદ મહેસૂલી તાલુકાના રેઇન ગેજ મુજબ નોંધાયેલ હોય અને ખેતીના વાવેતર કરેલ ઊભા પાકમાં થયેલ નુકસાનને અતિવૃષ્ટિનું જોખમ ગણવામાં આવશે

3) કમોસમી વરસાદ (માવઠું)
15 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં મહેસૂલી તાલુકાના રેઇન ગેજમાં સળંગ 48 કલાકમાં 50 મી.મી. થી વધુ વરસાદ પડે અને ખેતીના પાકને ખેતરમાં નુકસાન થાય તો તે કમોસમી વરસાદ (માવઠું) નું જોખમ ગણવામાં આવશે.

10-08-2020 Press Conference

10-08-2020 Press Conference

Gepostet von Vijay Rupani am Sonntag, 9. August 2020

આ યોજના અંતર્ગત કોને લાભ મળશે?
ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને આ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં રેવન્યૂ રેકોર્ડમાં નોંધાયેલા તમામ 8-અ ધારક ખેડૂત ખાતેદાર તેમજ ફોરેસ્ટ રાઇટ એક્ટ(Forest Right Act) હેઠળના સનદ ધારક ખેડૂત લાભાર્થી ગણાશે. ખરીફ 2020થી યોજના અમલમાં મુકાશે. આ યોજનાના લાભ માટે જે તે ખરીફ ઋતુમાં ખેડૂતોએ વાવેતર કરેલું હોવું જોઈશે.

મુખ્યમંત્રીએ કરેલી જાહેરાત
ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન 33% થી 60% માટે રૂ. 20,000/- પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.
ખરીફ ઋતુમાં થયેલા પાક નુકસાન 60%થી વધુ નુકશાન માટે રૂ. 25000/- પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post