પાક નુકશાન અંગે જાહેર થયું 3781 કરોડનું રાહત પેકેજ, ગુજરાતના 27 લાખ ખેડૂતોને મળશે લાભ -જાણો જલ્દી…

Share post

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (Vijay rupani) વિધાનસભા ગૃહના (Leader of Assembly) નેતા તરીકે ચૌદમી વિધાનસભાના સાતમા સત્રના પ્રથમ દિવસે નિયમ-44 અન્વયે નિવેદનમાં રાજ્યના ખેડૂતોને આ વર્ષે ખરીફ ઋતુમાં ભારે વરસાદથી થયેલ પાક નુકશાન (Crop Failure) સામે ઉદાર પેકેજની (Gujarat faremrs relief package) જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યની આ ખેડૂત હિતલક્ષી સરકાર હંમેશા ખેડૂતોની વિપદામાં તેમની મુશ્કેલીના સમયમાં પડખે ઉભી રહેનારી સંવેદનશીલ સરકાર છે.

આ સંદર્ભમાં સીએમ રૂપાણી ઉમેર્યુ કે, ઓગસ્ટ-2020માં મહિનામાં રાજ્યના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદને પરિણામે ખેતરોમાં પાણી ભરાવાના પરિણામે ખેતી પાકોને નુકસાન થયેલું છે. આ નુકસાની સામે સહાય આપવા અંગે રાજ્યના ખેડૂત, ખેડૂત સંગઠનો અને પ્રજાના જનપ્રતિનિધિઓએ રાજ્ય સરકારને કરેલી રજૂઆતનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા આ સહાય પેકેજ આપ્યું છે. આજ રોજ યોજાયેલી સભામાં મુખ્યમંત્રીએ વિધાનસભાગૃહમાં નિયમ-44 અન્વયે કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘‘રાજ્યમાં ચાલુ સાલે ચોમાસાની શરુઆત સારી રીતે અને સમયસર થયેલ હતી.

શરુઆતના તબક્કામાં ખેતીને અનુકુળ માફક સરનો વરસાદ થયેલ હતો અને રાજ્યના તમામ જિલ્લાઓમાં ખુબ સારા ઉત્પાદનના સંજોગો હતા. પરંતુ ઓગષ્ટ માસ દરમિયાન રાજ્યના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદ થયો અને તેથી ખેતરોમાં પાણી ભરાવાના કારણે ખેતી પાકોને નુકશાનના અહેવાલ છે’’. આ ઉપરાંત આ અંગે ખેડુતો, ખેડુત સંગઠનો, પ્રજાના પ્રતિનીધીઓ દ્વારા પણ રજુઆતો કરવામાં આવેલ છે. જેમાં મુખ્યત્વે મગફળી, કપાસ, ડાંગર, તલ, બાજરી, કઠોળ, શાકભાજી વિગેરે પાકોમાં નુકશાન થવા પામેલ છે. રાજ્ય સરકારે અવાનરવાર જાહેરાત કરેલી છે કે, રાજ્યના ખેડૂતોને 33 ટકા અને તેથી વધારે પાક નુકશાન થયેલ હોય તો સહાય આપવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી.

રાજ્યના 20 જિલ્લાઓના 123 તાલુકાના ખેડૂતોનો મળશે લાભહવે, ચાલુ વર્ષે પણ ખરીફ ઋતુમાં કેટલાક તાલુકાઓમાં તા. 19-9-2020ની સ્થિતિએ થયેલ નુકશાન અંગે કૃષિ વિભાગ દ્વારા થયેલ સર્વેના આકલન સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા વિચારણાને અંતે રાજ્યના 20 જિલ્લાઓના 123 તાલુકાના અંદાજીત 51 લાખ હેક્ટરથી વધુ વાવેતર વિસ્તાર પૈકી સહાયના ધોરણો મુજબ અંદાજીત 37 લાખ હેક્ટર વિસ્તાર સહાયને પાત્ર થશે. આ માટે રૂ. 3700 કરોડનુ સહાય પેકેજ રાજ્યના ખેડુતોને નુકસાનીમાં મદદરૂપ થવા જાહેર કર્યુ છે.

જેમાં 33% અને તેથી વધુ પાક નુકશાનીના કિસ્સામાં વધુમાં વધુ 2 હેક્ટર માટે રૂ. 10,000 પ્રતિ હેક્ટર સહાય ચુકવવામાં આવશે. વધુમાં ખેડુત ખાતેદાર ગમે તેટલી ઓછી જમીન ધરાવતા હોય તો પણ તેઓને ઓછામાં ઓછા રૂ. 5,000 ચુકવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આ સહાય પેકેજથી રાજ્યના અંદાજીત 27 લાખ જેટલા ખેડુત ખાતેદારોને ખાતા દીઠ સહાયનો લાભ મળશે. એટલું જ નહીં, રાજ્યના અન્ય તાલુકાઓમાં પાક નુકશાનીના આકલન આવશે તો રાજ્ય સરકાર તે અંગે પણ વિચારણા કરશે.

સરકાર ચોવીસ કલાક ૩૭,00 કરોડ જાહેર કરવા કોંગ્રેસની માંગ – દોશી
ભાજપ સરકાર ખેડૂત વિરોધીની નિતી, કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીનું નિવેદન ખેડૂત સાથે સરકારે સર્વેના નામે નાટક કર્યું. ઉદ્યોગપતિઓ માટે કલાકોમાં હજારો કરોડ રૂપિયા માફ. ખેડૂતોને માત્ર 3700 કરોડ જાહેર તે મજાક સમાન છે. સરકારે સ્વિકાર કર્યા કે 51 લાખ હેક્ટરમા નુકશાન થયું છે. હેક્ટર દિઠ ખેડૂતને માત્ર ૫ હજાર રૂપિયા મળશે.ભાજપ સરકારે બિયારણ , સાધનો મોંઘા થયા છે. ત્યારે સરકારે સંપૂર્ણ દેવું માફ કરવું જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post