સ્વચ્છ દુધનાં ઉત્પાદન માટે ધ્યાનમાં રાખવાની બાબતો

Share post

હાલમાં ગામડાંઓમાં રહેતાં મોટાંભાગનાં ખેડૂતો ખેતીની સાથે-સાથે પશુપાલનનાં વ્યવસાયમાંથી પણ આવક મેળવી રહ્યાં છે. આવાં સમયે ઘણીવાર સ્વચ્છ દૂધ ન હોવાંને કારણે પણ બીમારીનો ભોગ બનવું પડતું હોય છે. તો, આવાં દુધને સ્વચ્છ રાખવાં માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે.

સ્વચ્છ દૂધના ફાયદા :
સ્વચ્છ દૂધ જલ્દીથી બગડતું નથી. દૂધ તેમજ દૂધની બનાવટ ઓછા ખર્ચમાં તૈયાર કરીને વધારે વળતર મેળવી શકાય છે. આરોગ્યને હાનિકારક ન હોવાને કારણે નિકાસ કરવાનું પણ ઘણું સરળ બને છે. વધારે સમય સુધી સંગ્રહ કરી શકાય છે. સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે નીચેની બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જરૂર રહેલી છે… સ્વચ્છ દૂધનાં ઉત્પાદન માટે મુખ્ય જવાબદારી પશુપાલકે નિભાવવાની હોય છે. દૂધ દોહન દરમિયાન વિશેષ તેમજ વિવિધ રીતે કાળજી લેવાથી સ્વચ્છ દૂધ મળતું હોય છે. આની ઉપરાંત દૂધને સ્વચ્છ રાખવા માટે દૂધની હેરફેર કરતાં વાહનચાલક તથા ડેરીનાં કર્મચારીઓ અગત્યનો ભાગ ભજવવાનો હોય છે.

પશુધનની પસંદગી તેમજ માવજત:
નિષ્ણાંત પશુચિકિત્સા દ્વારા પશુઓની તપાસ કરીને પશુ ખરીદવાં જોઈએ. જીવલેણ રોગોથી મુક્ત રહે એની માટે સમયસર રસી મુકાવવી જોઇએ. આવા પશુઓનું દૂધ તંદુરસ્તના દૂધની સાથે પીવું ન જોઈએ. પશુનાં શરીર પરના તથા પૂછડાના વાળ કાપતા રહેવું જોઈએ. પશુના શરીરને સાફ રાખવું જોઈએ તથા પશુ અને સંતુલિત આહાર તેમજ ચોખ્ખું પાણી મળી રહે તેની ખાસ કાળજી રાખવી જોઈએ. પશુ રહેઠાણ પાકુ તેમજ યોગ્ય રાખવું જોઈએ.

દૂધ દોહન કરતા પહેલા ધ્યાનમાં લેવાની બાબત:
દૂધ દોહન કરતાં પહેલા તબેલાની સાફ સફાઈ કરવી ખૂબ જરૂરી છે. આવું ન કરવાથી હવામાં રહેતી જીવતો ઉડીને દૂધને પ્રદૂષિત કરે છે. દૂધ દોહન કરતા પહેલા તો પશુને સૂકો ઘાસચારો આપવો ન જોઈએ. જેના કારણે હવામાં જ ફેલાય છે, જે દૂધને પ્રદુષિત કરે છે.

દૂધ દોહતી વખતે ધ્યાનમાં લેવાની બાબતો:
દૂધનું દોહન સવાર-સાંજ એમ ચોક્કસ સમયે કરવું જોઈએ.દોહન કરતાં પહેલાં પશુના શરીરનો પાછળનો ભાગ સાફ કરવો જોઈએ તેમજ બાવલાને હૂંફાળા પાણીથી ધોઈને ચોખ્ખા કપડાથી સાફ કરીને પોટેશિયમ પરમેગેનેટના સહયોગથી ધોવા જોઈએ.મુઠી પદ્ધતિથી અંગૂઠો અંદર રાખીને દોહવાથી આચણમાં ગાંઠ થવાની સંભાવના રહે છે.

જેથી અંગૂઠો બહાર રાખીને મૂઠી દોહન કરવું જોઈએ. દૂધ દોહન ઝડપી તેમજ નાના વાસણમાં રાખવું જોઈએ. એક વખત દોહવાનું ચાલુ કર્યા પછી ઝડપથી એટલે કે કુલ 5 મિનિટમાં તો પૂર્ણ કરવું જોઈએ. દૂધ દોહન કરતી વખતે દૂધની પહેલા કુલ 3-4 સેટ દુલ્હનના વાસણની બહાર કાઢી નાખ્યું છે.

તેમાં મહત્વ ઘણું છે એકથી વધારે પસંદ હોય તો પછી દોહયા પછી બીજા પછી દૂધ તમામ આ ત્રણમાંથી પૂરેપૂરો દોહી લેવું જોઈએ તથા સામસામે દોહવા જોઈએ નહીં. દૂધ દોહનાર વ્યક્તિએ સ્વચ્છ, સુઘડ કપડાં પહેરેલા હોવા જોઈએ તેમજ વાળ વ્યવસ્થિત ઓળેલા તેમજ ઢાંકેલા રાખવા.

જેના કારણે દૂધમાં ન પડે અને ઉપરાંત લાંબા નખ કાપી નાખવાં જોઈએ. દૂધને પ્રદૂષિત ન કરે દૂધ દોહન કરતી વખતે તેમજ ઘાસચારો ખવડાવવો જોઈએ. દૂધ દોહન કર્યા પછી તેનો ઉપયોગ કરવો એટલે કે દૂધમાં પછી જીવાણુનાશક દ્રાવણમાં ડૂબાડવા જોઈએ. વારંવાર રોગ થતો હોય તેવા પટણી કરવી જોઈએ.

દૂધનું દોહન કર્યાં પછીની કાળજી:
દૂધ દોહ્યા બાદ તરત જ ત્યાંથી લઈ લો કારણ કે આજુબાજુની દુર્ગંધને કારણે દૂધનો સ્વાદ તેમાં સુગંધ બગાડે છે અને તાત્કાલિક દૂધ મંડળી પહોંચાડવું જોઈએ. દૂધ ભરેલું વાસણ ઢાંકી રાખવું જોઈએ. પાણી તાજા દૂધમાં ભેળવવાનો જોઈએ. દૂધના વાસણો અને તેની સ્વચ્છતા દૂધ દોહન વાપરવામાં આવતું વાસણ સ્વચ્છ, ચોખ્ખું તેમજ સાંકડા મોઢાવાળા હોવું જોઈએ.

દૂધ દોહન કરતા પહેલા તેમજ ત્યારપછી વાસણને ગરમ પાણીથી વ્યવસ્થિત રીતે સાફ કરવું જોઈએ. વોશિંગ પાવડરનો ઉપયોગ લાભદાયક રહેલો છે. સાફ વાસણ દૂર રહેલી જગ્યા પર તડકામાં ગરમ કરવાં માટે મુકવું જોઈએ. સ્વચ્છ દૂધનાં ઉત્પાદન માટે રાજ્ય સરકાર ડેરી સંઘ દ્વારા  લેવાના થતા પગલા રોગ અટકાવવા કરવા તેનો ઉપયોગ થાય એ માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવે છે.

વધારે સંખ્યામાં પશુઓ રાખતા પ્રગતિશીલ દૂધ ઉત્પાદકો દોહવાના મશીન તેમજ પ્રોત્સાહિત કરવા જોઈએ. સ્વચ્છ દૂધ ઉત્પાદન અંગે વિરોધ રોગ અટકાવવા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થાય પશુપાલકોને સતત જાણકારી આપવી જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post