fbpx
Sat. Nov 16th, 2019

કેળાની છાલ થી દૂર થશે આપના ચહેરાની સમસ્યાઓ ,વધી જશે સુંદરતા

શું આપ કેળા ખાવ છો, તો આપને આ પણ ખબર હશે કે કેળા કેટલા ફાયદાકારક છે ?કદાચ જ કોઈ એવું હોય કે જેને કેળા ખાવા ન ગમતા હોય. આરોગ્ય માટે બહુ ફાયદાકારક છે .પરંતુ ,આપ જ્યારે કેળા ખાવ છો, ત્યારે તેના છાલને બેકાર સમજીને ફેંકી દો છો.

જો આપને એમ કહેવામાં આવે કે છાલ થીઆપના ચહેરાની સુંદરતા વધી શકે છે તો આપ ચોકી જશો. હકીકતમાં કેળા છાલનું ફેસ મોસ્ક બનાવી શકાય છે, કે જેનાથી આપ ચહેરાના ડાઘ ધબ્બા ઓથી છુટકારો પામી શકો છો .કેળા ની છાલ માં એવા અનેક વિટામીન હોય છે કે જે શરીરમાં એજાઈમ્સ અને પ્રોટીન ને એક્ટીવેટ કરે છે .જેનાથી સ્કિનની અંદર કોલેજેન અને લવચીકપનું પણ વધવા લાગે છે .આજે આપને કેળાની છાલના ફાયદા વિશે જણાવીશું .તેમના ઉપયોગથી આપની ત્વચા સંબંધી સમસ્યાઓ સમાપ્ત થઈ જશે આવો જાણીએ ગુણકારી કેળાઆની છાલ વિશે.

કરચલીઓ માટે:

જો આપના ચહેરા પર ઢગલાબંધ કરચલીઓ ઘર બનાવી દીધું છે તો કેળા ની છાલનો ઉપયોગ કરવો જોઈએ .કેળાની છાલ નો અંદરના ભાગને ચહેરા પર થોડી મિનિટ માટે લગાવી તેના ઉપર ગુલાબ જળ લગાવો અને 15 મિનિટ બાદ ચહેરો ધોઇ લો .આવું કરવાથી ધીમે ધીમે આપણી કરચલીઓ દૂર થઈ જશે.

આંખો નીચે ડાર્ક સર્કલ:

જો આપ ની આંખ નીચે ડાર્ક સર્કલ હોય તો તેને દૂર કરવા માટે ક્યાંય કેળાની છાલનો ઉપયોગ કરવો .એના માટે આપણે તેના અંદરના તમામ રેસા કાઢવા, એમાં એક ચમચી એલોવેરા જેલ મેળવો. પછી આ પેસ્ટને આંખોની આજુબાજુ લગાવી દસ મિનિટ બાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. આવુ કરવાથી આપની આંખોના ફરતા ડાર્ક સર્કલ દૂર થશે.

ઓઈલી ત્વચા માટે:

જો આપની સ્કિન ઓઈલી છે તો તેના માટે કેળાની છાલનો અંદરના પડને કાઢી તેમાં 1 ચમચી મધ અને લીંબુનો રસ મેળવીને ચહેરા પર સ્કબની જેમ લગાવો.

ગોરી ત્વચા માટે:

બજારમાંથી ઘણા પ્રકારની પ્રોડક્ટ ખરીદીને લાવો છો, પરંતુ આપ ગોરી ત્વચા પામવા માટે કેળા નો છાલનો ઉપયોગ કરો એના માટે કેળાની છાલ માં બેકિંગ સોડા અને થોડું પાણી મેળવો આ પેસ્ટને ચહેરા પર 10 મિનિટ સ્કબની જેમ લગાવો. આવું કરવાથી આપણા ચહેરાને ચમકતી ત્વચા મળશે.

ટેનીગ હટાવો: ચહેરાને સારો બનાવવા માટે ટેનીંગ ની સમસ્યાથી બચવા માટે કેળાની છાલના પેસ્ટમાં ,નારંગી છાલ નો પાવડર તથા દહીં નાખી પેસ્ટ બનાવી ચહેરા પર લગાવો. આમ કરવાથી આ સમસ્યા દૂર થશે.

ચહેરા પર ગ્લો: ચહેરાના આ પ્રયોગથી ગ્લો કરવા લાગશે .ચહેરા માટે શ્રેષ્ઠ ઘરગથ્થુ ઉપાય છે .મોંઘી બજારને પ્રોડક્ટસ કરતા આપ કેળાની છાલનો ઘરે જ ફેસ મસ્ક બનાવી તેનો ઉપયોગ કરી શકો છો.