અમદાવાદના ડોકટર એક ગરીબ મહિલાને મોતના મુખેથી પાછી લઇ આવ્યા, આ ઘટના જાણી તમને પણ ગર્વ થશે

Share post

ગુજરાતમાં આવેલ અમદાવાદ જીલ્લામાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે. અમદાવાદમાં આવેલ ધોળકા તાલુકાની કોરોનાથી સંક્રમિત મહિલાને અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ લાંબી સારવાર પછી મોતના મુખમાંથી બહાર કાઢી છે. મહિલાનાં ફેફસાં કુલ 97% સુધી ક્ષતિગ્રસ્ત થઈ ગયાં હતાં. ગામડાંની ખાનગી હોસ્પિટલમાં લઈ જતાં એમણે મહિલાને લઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાં માટેનું સૂચન કર્યું હતું. ત્યારપછી મહિલાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરો કુલ 8 માસના કોરોનાકાળના સૌથી પડકારજનક કેસની કુલ 12 દિવસની સારવાર પછી સુઃખદ અંત લાવવામાં સફળ થયા હતા.

સચોટ પરિણામ સુધી પહોંચવા મહિલાનો HRCT કરાવ્યો :
મનીષાબેનના પરિવારજનો એમને ઝડપભેર અમદાવાદ સિવિલની કોરોના ડેડિકેટેડ કુલ 1,200 બેડ હોસ્પિટલમાં લઇ આવ્યાં હતાં. જ્યાં રિપોર્ટ કરાવતાં એમને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આની ઉપરાંત એકસ-રેમાં જે દેખાયું એને જોઇ તબીબો પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતાં. ફેફસાંની પરિસ્થિતિના ઊંડાણપૂર્વક તથા સચોટ પરિણામ સુધી પહોંચવા માટે મનીષાબેનનો HRCT કરાવવામાં આવ્યો હતો. એમાં જે દેખાયું એ સિવિલના તબીબો માટે કોરોનાકાળની સૌથી પડકારજનક બાબત હતી.

ઓપરેશન રૂમમાં દર્દીને મૃત્યુથી બચાવનાર તબીબ વચ્ચેનો સંઘર્ષ :
મનીષાબેનનાં ફેફસાં કુલ 97% સુધી ક્ષતિગ્રસ્ત થઈ ચુક્યા હતાં. C.T. સ્કોર પણ 40/40 આવ્યો હતો. તબીબોના અનુમાન મુજબ આટલી ગંભીર સ્થિતિની વચ્ચે દર્દીનું બચવું ખુબ મુશ્કેલ બની રહે છે.મનીષાબેનને ફેફસાંમાં થયેલ અત્યંત ગંભીર નુકસાનને તબીબી જગતમાં ફાઇબ્રોસીસ કહેવામાં આવે છે. આ નુકસાનની સઘન તથા સચોટ સારવાર કરવામાં ન આવે તો મનીષાબહેનનું અવસાન થવાની શક્યતાઓ રહેલી હતી.

ફરજ બજાવી રહેલ આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. કાર્તિકેય પરમાર તથા પ્રોફેસર અને વડા પલ્મોનરી મેડિસિન ડૉ. રાજેશ સોલંકી પણ મનીષાબેનનો રિપોર્ટ જોઇને સ્તબ્ધ રહી ગયા હતા. છેવટે આ બંને નિષ્ણાત તબીબોએ મનીષાબેનને ત્વરિત સારવાર આપીને સ્વસ્થ કરવાનું બીડું ઉપાડયો તેમજ ત્યારપછી શરૂ થયો મૃત્યુ અને દર્દીને મૃત્યુથી બચાવનાર તબીબ વચ્ચેનો સંઘર્ષ!

30 વર્ષીય ઉંમરના દર્દીમાં આ બીમારી ખૂબ જ રેર જોવા મળે છે: તબીબ
સિવિલ હોસ્પિટલના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.કાર્તિકેય પરમાર જણાવતાં કહે છે કે, મારા કુલ 8 મહિનાની કોરોનાની ડ્યૂટીમાં સૌથી પડકારજનક તથા ચોંકાવનાર કિસ્સો જોવા મળ્યો હતો. મનીષાબેન કે જેમની ઉંમર માત્ર 30 વર્ષ છે. ફેફસાંમાં કુલ 97% નુકસાન પહોંચવું એ આ ઉંમરના દર્દીમાં ખૂબ જ રેર જોવા મળ્યું છે. મનીષાબેન જ્યારે હોસ્પિટલમાં આવ્યાં ત્યારે એમની હાલત ખુબ ગંભીર હતી. અમારા નિષ્ણાત તબીબોની ટીમનાં સંકલન તથા સઘન સારવારને લીધે મનીષાબેનને માત્ર 12 દિવસમાં જ અતિ ગંભીર સ્થિતિમાંથી સંપૂર્ણપણે સ્વસ્થ કરવામાં આવ્યાં હતાં.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post