fbpx
Tue. Oct 15th, 2019

વાવ:ઇંડામાંથી તીડનાં બચ્ચા બહાર નીકળતા ખેડૂતોમાં દહેશત

ઉત્તર ગુજરાતમાં તીડના ઇંડાઓમાંથી બચ્ચા બહાર નીકળતા ખેડૂતોમાં દહેશત ફેલાઇ છે. સરહદી વાવ સુઇગામના ભારત પાકિસ્તાન સરહદે અડીને આવેલા ગામોમાં રણની કાંધીએ તીડનું આક્રમણ જારી છે. જેને લઈ ખેતીવાડી વિભાગ તેમજ તીડ નિયંત્રણ વિભાગ દ્રારા દવાનો છંટકાવ કરી તીડનો સફાયો કરવામાં આવી રહ્યો છે. જેમાં અત્યાર સુધી 400 હેકટર જમીનમાં તીડ પર દવાનો છંટકાવ કરી નાશ કરવામાં આવ્યો હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે જ્યારે હકીકત તો એ છે કે હવે હજારોની સંખ્યામાં તીડના બચ્ચા પણ જોવા મળી રહ્યા છે.જેને લઈ ખેડૂતોમાં ફફડાટ ફેલાઈ રહ્યો છે.

વાવના અસારા, બુકણા, લોદ્રાણી સુઇગામ તાલુકાના જલોયા, મેધપુરા સહિત સરહદી ગામોમાં તીડનું આક્રમણ થયું છે. ત્યારે વાવના અસારા ગામની સમલી સીમમાં તીડ તેમજ તીડના બચ્ચાંના ઝૂંડ જોવા મળતા તંત્રની અને ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. ગુરુવારે સવારે સમલી સીમમાં બે જગ્યાએ તીડના બચ્ચાંના ઝૂંડ જોવા મળ્યા હતા જેને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો હતો. દરમિયાન શુક્રવારે મોડી સાંજે અસારાની સીમમાં જ્યાં બચ્ચાઓ જોવા મળ્યા હતા ત્યાં તીડ નિયંત્રણ વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરાયો હતો.

અસારા ગામના વિક્રમભાઈ રાજપુતે જણાવ્યું હતું કે “તીડના બચ્ચાનું ઝૂંડ દેખાતાં ગ્રામ સેવકને મોબાઈલ પર જાણ કરી હતી.’ અસારા ગામના અને સમલી સીમમાં રહેતા માનસેગજી રાજપુતે જણાવ્યું હતું કે તીડના ટોળા જોવા મળ્યા છે. દવાનો છંટકાવ કર્યો હતો તીડ મર્યા હતા તેમ છતાં હજારો તીડના બચ્ચા જોવા મળ્યાં છે જેને લઈ ખેડૂતોને મોટું નુકસાન થવાની સંભાવના છે.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…