મોરબીના આ ખેડૂત ભાઈએ વીઘામાં માત્ર 900 રૂપિયાના નજીવા ખર્ચે ફુવારા પદ્ધતિ ગોઠવી- જાણો વિગતે

Share post

ઘણીવાર આપણને વિશ્વાસ ન થાય એવી ઘટનાઓ બનતી હોય છે. હાલમાં ખેતીમાં ઘણી જાતની પિયત પદ્ધતિ જોવાં મળતી હોય છે. જેમ, કે ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ વગેરે જેવી પદ્ધતિ જોવાં મળતી હોય છે. હાલમાં એક સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં થોડા દિવસથી સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે ઘણા ખેડૂતોને નુકસાન વેઠવું પડયું છે.

મોરબી પંથકમાં પણ છેલ્લા બે ચોમાસાથી ઓછો તેમ જ ખૂબ વધુ પ્રમાણમાં વરસાદ પડતાં બંને વર્ષ ખેડૂતોની માટે નકામા સાબિત થયા છે. એક બાજુ ખેડૂત નું બિયારણ દવા ખાતર તથા મજુરીનો ખર્ચ સતત વધતો જાય છે, તો બીજી બાજુ પાકનાં પૂરતા ભાવ ન મળતાં જગતનાં તાત એટલે કે ખેડૂતની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે.

ત્યારે મોરબી પંથકમાં એક યુવાન ખેડૂતે ઘરગથ્થુ સિસ્ટમ વિકસાવીને ખૂબ જ ઓછા ભાવમાં પાકને  પાણી મળે એવી વ્યવસ્થા કરી છે. મોરબીમાં આવેલ પીપળી ગામનાં પીન્ટુભાઇ અંબારામભાઈનાં ગામની પાસે ફક્ત 13 વિઘા જમીન છે, આટલી ટૂંકી જમીનમાં ફક્ત ખેતી આધારિત પરિવારનું ગુજરાન ચલાવવું એ ખૂબ જ મુશ્કેલ હતું.

આ કારણે ઉનાળામાં ખૂબ ઓછા પાણીની પિયતથી પાક સારો મળે એની માટે તેમને ટપક સિંચાઈ પદ્ધતિ તથા ફુવારા પદ્ધતિ માટેનો વિચાર પણ કર્યો હતો. પરંતુ આ બંને સિંચાઈ પદ્ધતિ કરવી એ ઘણી મોંઘી પડતી હતી. ચીપ ડ્રિપ ઇરિગેશન સિસ્ટમ પીન્ટુભાઇ નામનાં વ્યક્તિએ માત્ર 1-2 રૂપિયામાં ગામમાં મળતી શરબતનાં પેકિંગ માટે વાપરવામાં આવતી પ્લાસ્ટિક સ્ટ્રોની મદદ લઈને કુલ2 વીઘા જમીનમાં ફુવારા પદ્ધતિ વિકસાવી છે.

આ પ્લાસ્ટીકની સ્ટ્રો ફક્ત 120 રૂપિયા માં પ્રતિકિલો મળે છે તથા કુલ 2 વીઘા ખેતીમાં ફક્ત 7 કિલો જ વપરાય છે. આની ઉપરાંત પીવીસી પાઈપ તથા હાર્ડવેરને મળીને કુલ 1 વીઘામાં ફક્ત 900 રૂપિયાનો ખર્ચ કરીને ફુવારા પદ્ધતિ ઊભી કરી હતી. ટપક પદ્ધતિની પાઈપ સળંગ કુલ ૩૦૦ ફૂટ લાંબી મળે છે, જ્યારે આ પ્લાસ્ટિકની પાઇપ કુલ 500 ફૂટ લંબાઈની હોય છે.

આ બાબતે નટુભાઈ જણાવતાં કહે છે, કે હાલમાં કુલ 2 વીઘામાં ટ્રાયલ લેવાં માટે આ સિંચાઈ પદ્ધતિ ને બેસાડી છે પણ મને આમાં સંપૂર્ણપણે સફળતા મળી ગઈ છે.  પાકની વૃદ્ધિ પણ ખૂબ સારા એવા પ્રમાણમાં થઈ છે. તેથી ચોમાસાની ઋતુ બાદ પણ બાકીની કુલ 11 વીઘા જમીનમાં આ પદ્ધતિને ગોઠવીને ખેતી કરવાનું આયોજન કરેલું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post