દુનિયા સામે ચીન ઝૂક્યું- વૈજ્ઞાનિકો ચીન જઈને કોરોના વાઇરસ ક્યાંથી આવ્યો તેની તપાસ કરશે

Share post

કોરોનાવાયરસ અને તેના સંક્રમણને લઈને ચીન અત્યાર સુધી આખી દુનિયા સામે જુઠ્ઠું બોલી રહ્યું હતું તે ખુલ્લું પડી ગયું છે.  જેને દુનિયા આગળ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે ચીનમાં અમે કોરોનાવાયરસથી લડવા માટે અભૂતપૂર્વ ઊર્જા સાથે કામ કર્યું. અમે અમારા પ્રયાસો અને અભુતપૂર્વ બલિદાનથી વાયરસ વિરુદ્ધ યુદ્ધ અને જીતી લીધું છે અને તેની સાથે અમે પોતાના નાગરિકોના જીવન અને સ્વાસ્થ્યને સુરક્ષિત કર્યું છે.

તેમણે કહ્યું કે અમે આખા દેશમાં આ દરમિયાન પારદર્શિતા અને જવાબદારી થી પગલાંઓ ભર્યા. અમે અન્ય દેશોને સમય રહેતાં આ વિશે જાણકારી આપી અને અમે તેને રોકવા માટે અને ઇલાજની રીત શોધવાની રીત ને દુનિયા સામે રાખી. ચીનના રાષ્ટ્રપતિએ કહ્યું કે અમે તમામ પ્રયાસો કર્યા છે અમે કરી શકતા હતા જેનાથી દુનિયાના ઘણા દેશો ને મદદ થઈ શકે.  તેમણે કહ્યું કે ચીનમાં તપાસમાં દુનિયાનો સહયોગ રહેશે. તમને જણાવી દઈએ કે કોરોના સંક્રમણમાં ચીન ની ભૂમિકા પર સ્વતંત્ર તપાસ નો પ્રસ્તાવ છે.

જિનપિંગે આ નિવેદન જીનીવામાં વીડિયો કોન્ફરન્સ દ્વારા આપ્યું. વર્લ્ડ હેલ્થ એસેમ્બલીની ૭૩ મી વાર્ષિક બેઠકમાં આપ્યું છે, જે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના નિર્ણય લેનાર સૌથી મોટી બોડી છે.

આ વર્ષ કોરોનાવાયરસ ના કારણે આ બેઠક ફક્ત ૨ દિવસ માટે રાખવામાં આવી હતી. આ બેઠક કેવા સમયગાળામાં ભેગી થઈ રહી છે જ્યારે દુનિયાભરમાં કોરોના થી ૪૮ લાખ થી વધારે કેસ સામે આવી ચૂક્યા છે અને 370000 થી વધારે લોકોનું મૃત્યુ થયું છે.  દેખીતું છે કે આ બેઠકમાં કોરોના નો મુદ્દો છવાયેલો રહ્યો.

આ બેઠકમાં પહેલા દિવસે યુરોપિયન યુનિયન અને ઓસ્ટ્રેલિયા સહિત લગભગ ૧૧૬ દેશોએ વાયરસ નો સ્ત્રોત શોધી કાઢવા માટે તપાસની માગણી નો પ્રસ્તાવ રાખ્યો છે. આ માંગણી રાખનાર દેશોમાં ભારત સાથે બાંગ્લાદેશ, કેનેડા, રશિયા, ઈન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા, બ્રિટન અને તુર્કી જેવા દેશો સામેલ છે. આ દેશોમાં અમેરિકા નું નામ સામેલ નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post