ચીનાઓ કોરોના વાયરસથી હજુ પાઠ નથી ભણ્યા, જુઓ કુતરા સાથે કેવી નિર્દયતા કરવામાં આવે છે

Share post

કોવીડ 19 કોરોનાવાયરસથી દુનિયામાં અત્યાર સુધી 45,171 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે 1,115 લોકોના મોત થયા છે. ખાલી ચીન એકલામાં જ 44,653 લોકો બીમાર છે. જ્યારે 1,113 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. આમ છતાં ચીનમાં લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. હવે વિશ્વ મીડિયામાં એક ખબર અને વિડીયો ચાલી રહ્યો છે જે ખૂબ ડરાવનારો છે. ચીનના એક બજારમાં કૂતરાઓને જીવતા ઉકાળવામાં આવી રહ્યા છે. જીવતા શેકવામાં આવી રહ્યા છે જેનાથી લોકો તેનું માંસ ખાઈ શકે.

આ તસવીરો આવી છે ચીનના ગુઆંગ્સી પ્રાંતના યુલીન શહેરમાંથી.યુલીનમાં આ સમયે કુતરાના માસને વેચવા માટેનું બજાર ભરાયેલું છે. અહીંયા કૂતરાઓને સીધા ઉકાળવામાં આવી રહ્યા છે. તેમને જીવતા શેકી લોકોના સામે ખાવા માટે મુકવામાં આવી રહ્યા છે.કૂતરાને ઉકાળવાની અને શેકવાની તસવીરો નથી દેખાડી શકતા એટલા માટે તમને ફક્ત બજારની તસવીરો દેખાડી રહ્યા છીએ.

યુલીનના આ બજાર માંથી કુતરાઓના રડવાની, ભસવાના અને દુઃખથી પીડાવા ના અવાજો સંભળાઈ રહ્યા છે. કેટલાક લોકો બજારમાંથી નાના-નાના કૂતરાઓને ખરીદી પોતાની સાથે લઈ જઈ રહ્યા છે. જેથી તેઓ તેને રાંધીને ખાઈ શકે.

આને લઈને લંડનમાં ‘નો ટુ ડોગ મીટ’ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે. કેમ્પેનના લોકો હવે લંડનમાં આવેલી ચીનના દૂતાવાસ સામે પ્રદર્શન કરી રહ્યા. જેથી ચીનમાં કૂતરાઓને ખાવા ને લઈને કોઈ કડક નિયમ બનાવવામાં આવે. જેથી કુતરાઓ ને મારવાના બંધ કરવામાં આવે.

યુલીનમાં દર વર્ષે જૂન મહિનામાં કુતરાનામાં વેચવાનો એક ફેસ્ટિવલ થાય છે. પરંતુ આ વખતે આ વિડીયો પહેલા જ આવી ગયો છે. કારણ કે બજાર તો હંમેશા જ ચાલુ હોય છે.

યુલીનનાઆ બજારમાં કૂતરાઓને એટલા નાના નાના પિંજરામાં ઠુંસી-ઠુંસીને ભરવામાં આવે છે કે બિચારા જનાવરો વ્યવસ્થિત રીતે શ્વાસ પણ નથી લઈ શકતા. તેમના પગ અને પૂંછડી ગમે ત્યાં ફસાયેલા રહે છે. ચીનની 20% વસ્તી હજુ પણ દરરોજ કૂતરાનું માંસ ખાય છે.

યુલીનમાં કૂતરાઓને વેચતા પહેલા અંધારી જગ્યામાં બંધ કરીને રાખવામાં આવે છે. તેમને ઓછું ખાવાનું આપવામાં આવે છે. કુતરાઓ આવી પરિસ્થિતિમાં આવીને ડરી જાય છે. જ્યારે તેમને યુલીનના બજારોમાં લાવવામાં આવે છે તો તે ચીસો પાડવા લાગે છે, રડે છે, ભસે છે પરંતુ છેલ્લે તેને શેકી નાખવામાં આવે છે .

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post