ધૂળના ભાવે વેચાઇ રહ્યું છે ચિકન, શું તેને ખાવાથી ફેલાય છે કોરોના?

Share post

કોરોના વાઇરસની અસર દુનિયાભરના તમામ ઉદ્યોગો પર પડી રહી છે. ભારતમાં કોરોના વાયરસ ના 100થી વધારે કેસ સામે આવી ચૂક્યા છે. આ વચ્ચે ઘણા રાજ્યોમાં માંગણીની અછતના કારણે ચિકન અને ઈંડાના ભાવ અચાનક નીચા ગયા છે. આવો જણાવીએ કે કેમ ચીકન ની માંગ અચાનક બજારમાં ઓછી થઈ ગઈ છે.

હકીકતમાં જ્યારથી આ વાઇરસ ફેલાયો છે, ત્યારથી જ લોકો વચ્ચે માંસાહારી ખાવાનું, ખાસ કરીને ચિકન ને લઈને આ અફવા ફેલાઈ રહી છે કે તેનાથી પણ કોરોના વાયરસ ફેલાય શકે છે. આ ચક્કરમાં દેશના ઘણા શહેરોમાં ચિકનના ભાવ ખૂબ ઓછા થઈ ગયા છે.

મહારાષ્ટ્રમાં દસ રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહી છે મરઘી:

દેશના જે રાજ્યમાં સૌથી વધારે કોરાના વાયરસના કેસ સામે આવ્યા છે તે છે મહારાષ્ટ્ર. આખા મહારાષ્ટ્રમાં મરઘા ઉછેર વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. લોકોએ ચિકન ખાવાનું બંધ કરી દીધું છે. વેપારીઓ અહીંયા દસથી પંદર રૂપિયા પ્રતિ કિલોએ મરઘીઓ વેચતા દેખાઈ રહ્યા છે.

લોકોએ છોડી દીધી મરઘીઓ

પરિસ્થિતિ એ હદે પહોંચી ગઈ છે કે મહારાષ્ટ્રના બુલઢાણામાં મરઘાઉછેર વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ પોતાના નુકસાનની ભરપાઈ માંગણીને લઇને રોડ ઉપર ઉતરી આવ્યા છે. અહીંયા જિલ્લા કાર્યાલયના મેન ગેટ પર મરઘીઓ છોડી આંદોલન કરવામાં આવ્યું. પોલીસે પણ આંદોલનકારીઓને હિરાસતમાં લઈ લીધા છે.આંદોલનકારીઓનું કહેવું છે કે સરકાર વળતર નહીં આપે તો તેઓ મંત્રાલયમાં પણ પોતાની મરઘીઓ છોડી દેશે.

પાલઘર માં લોકોએ ઈંડાથી વધાર્યું અંતર

મુંબઈ પાસે જ આવેલા ઘરમાં કોરોના વાયરસના કારણે લોકો ચિકનથી તો દૂર રહ્યા છે સાથે સાથે ઈંડા ખાવાના પણ બંધ કરી દીધા છે.અહીંયા હોળીના સમયે ચિકન અને ઈંડા ને ખૂબ મોટી માત્રામાં માંગણી રહેતી હોય છે પરંતુ આ વર્ષે ચિકન અને ઇંડા બંનેમાં માગણીમાં ખૂબ ઘટાડો થયો છે. તેના કારણે મરઘા ઉછેર કેન્દ્રના માલિકોને ખૂબ નુકસાન ઉઠાવવું પડ્યું છે.

કોલ્હાપુરમાં લાગ્યો મરઘીઓનો સેલ

મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં કોરોના વાયરસના ડરના લીધે મરઘીઓ ના વેચાણ માટે સેલ ચાલુ કરવામાં આવ્યો. અહીંયા ફક્ત 200 રૂપિયામાં ચાર મરઘી વેચવામાં આવી રહી છે. આવા સેલ ઘણા વિસ્તારોમાં ભરાયા છે.

શું ચીકન ખાવાથી ફેલાય છે કોરોના વાયરસ?

હવે સવાલ એ છે કે શું ચિકન કે ઈંડા ખાવાથી હકીકતમાં કોરોના વાયરસ ફેલાય છે કે નહીં. એવું બિલકુલ નથી. ડોક્ટરોએ ઘણી વખત જાણકારી આપતા કહ્યું છે કે સાફ-સફાઈ રાખો, અફવા પર ધ્યાન ન આપો. પરંતુ ચિકન થી વાયરસ ફેલાવાની અફવા દેશના ઘણા ભાગોમાં ફેલાઈ ગઈ છે.

છેલ્લા થોડા દિવસો પહેલા મન માંથી અફવાને કાઢવા માટે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં મરઘા ઉછેર કેન્દ્ર એસોસિએશને એક ચિકન મેળાનું આયોજન કર્યું હતું. આયોજનનું કારણ અફવાઓને દૂર કરવાનું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post