જો ખેડૂતો છાસનો આ રીતે ઉપયોગ કરશે તો જંતુનાશક દવાઓ પાછળ થતો હજારોનો ખર્ચ બચી જશે- જાણો વિગતવાર

Share post

મોટાભાગનાં લોકો છાશનો ઉપયોગ તો પીવાં માટે જ કરતાં હોય છે, પરંતુ વધુ ઉત્પાદન મેળવવાં માટે પણ છાશનો ઉપયોગ કરી શકાય છે. હાલમાં તમામ ખેડૂતો લાખોની કમાણી તો માત્ર ખેતીમાંથી જ કરી રહ્યાં છે.એવાં ખેડૂતોની માટે આજ અમે એક અગત્યનાં સમાચાર સામે આવી રહ્યાં છે.

આજ અમે  આપને છાશનાં જંતુનાશક તરીકેના વપરાશ વિશે જણાવીશું. માહિતી માટે આપને જણાવી દઈએ કે, લેક્ટોપસ બેક્ટેરીયાને છાશમાં ઉમેરીને એનો છંટકાવ કરવાથી કુલ 30 જેટલા પાકમાં કુલ 20 જાતનાં રોગને દૂર કરી શકાય છે  એ પણ કોઈપણ જાતનાં મોટા ખર્ચ વિના. આ લેક્ટોપસ બેક્ટેરીયા અન્ય બેક્ટેરિયાનો વિનાશ કરી નાંખે છે. એનાથી ફૂગનાં બેક્ટેરિયા પણ ખતમ થઈ જાય છે.

આપને જાણીને પણ સંતોષ થશે કે, આ છાશની દવાથી માનવીને કોઈ જાતનું નુકશાન થતું નથી. જામકા નામનાં ગામમાં છેલ્લા કુલ 15 વર્ષથી છાશનો ઉપયોગ કરીને ખેતી કરી રહ્યાં છે તેમજ ખેડૂતોએ કપાસ, તલ, મગફળી, ઘઉં, તુવેર, ડુંગળી, શેરડી જેવા ઘણાં પાકમાં છાશ તથા છાણ તેમજ ગૌમૂત્રનો ઉપયોગ કરીને કુલ 20-50% વધારે ઉત્પાદન પણ મેળવ્યું છે. ખેતી માટે છાશનો વપરાશ કેવી રીતે કરવો તે નીચે જણાવેલ છે.

છાશમાંથી કીટનાશક દવા બનાવવા માટે એને માટલામાં ભરીને લીમડાનાં વૃક્ષની નીચે તેમજ છાણીયા ખાતરનાં ઢગલામાં એ માટલું મૂકીને દેવામાં આવે છે. એને કુલ 15-25 દિવસ સુધી આ રીતે ભરી રાખવાંથી એ સડી જશે. અંદાજે કુલ 20 દિવસમાં જ છાશનું કીટનાશક બની જતું હોય છે. આ કીટનાશકને કુલ 250-500 મિલી પંપમાં નાંખીને એનો પાકમાં છંટકાવ કરવાંથી ઘણાં જાતની ફૂગનો નાશ થાય છે. આટલું જ નહિ પરંતુ એનો ઉપયોગ ઈયળનાં નિયંત્રણ માટે કરી શકાય છે.

એને મગફળીનાં થડના સડાનાં નિયંત્રણ માટે પાણીમાં આપી શકાય છે. જો, ફૂગ તેમજ મગફળીમાં મુંડા હોય તો એને લીંબોળીના તેલની સાથે છાશ વાપરીને દૂર કરી શકાય છે. આપને જણાવી દઈએ કે, છાશમાં લીંબોળીનું તેલ ભેળવીને ચૂસીયાનો પણ વિનાશ કરી શકાય છે. છાશ દ્વારા આપને કુલ 800-900 લીટર દવા મળે છે. છાશનાં લેપ્ટોપસ અન્ય બેક્ટેરિયાને મારી નાંખે છે પરંતુ એક વાતનું ધ્યાન રહે કે, જો પાક પર પ્રાઈકોડર છાંટી હોય તો એની પર છાશ છાંટવી નહીં.

દક્ષિણ ગુજરાત વિસ્તારમાં તુવેરનાં પાકની માટે છાશનો વપરાશ કરવામાં આવે છે. તુવેરમાં સુકારાનાં રોગનાં નિયંત્રણ માટે સારી રીતે કોહવાયેલ છાણિયા ખાતરમાં વિકાસ પામેલ ટ્રાઇકોડર્મા હરજીએનમને કુલ 1 લીટર છાશ દીઠ કુલ 200 ગ્રામ મુજબ આપવામાં આવે છે. તો ચણાના પાકમાં થતાં સુકારા રોગનાં નિયંત્રણ માટે વાવણી કરતી વખતે ટ્રાયકોડર્મા વીરીડી કુલ 2.5 કિલો તથા કુલ 250 કિલો દિવેલીનો ખોળ તેમજ છાણિયું ખાતર ભેળવીને છાશમાં આપવાથી સુકારો નિયંત્રણમાં આવે છે.

આપને જણાવી દઈએ કે, ગાયનાં છાણ, ગૌમુત્ર તથા ખાટી છાશ વાપરીને જંતુનાશક ઝેરનો વપરાશ કરવાથી મધમાખી આવે છે તથા એનાથી ફલીનીકરણમાં વધારો થાય છે. ગાયનાં છાણ તથા ગૌમૂત્રથી ટેટી, તરબૂચ, શાકભાજીનું ઉત્પાદન પણ બમણું તેમજ મીઠાશ કુલ 4 ગણી થઇ છે. એનાથી કેરી, શાકભાજી, ટેટીની મીઠાસ, સુગંધ તેમજ છોડ વેલાનો વિકાસ પણ સારો થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…