છાસ છે જોરદાર જંતુનાશક- બસ કરો આ રીતે ઉપયોગ અને મેળવો અદ્ભુત લાભ અને ખર્ચની બચત

Share post

ખેડૂત મિત્રો પાક પર થતા રોગને અટકાવવા બધાં લોકો જંતુનાશક દવાઓનો છંટકાવ કરે છે. જો કે ફૂગ, કીટક તેમજ ઈયળ વગેરેનાં નિયંત્રણ માટે બજારમાં 700 થી 1000 જેટલા રૂપિયાનાં કિંમતે મળતી જંતુનાશક દવાઓનો હેવી ડોઝ પાક પર છાંટવામાં આવે છે તેમ છતાં પણ તેમની ઉપર નિયંત્રણ મેળવી શકાતું નથી. તેવામાં જો તમે તેના માટે દેશી તેમજ અસરદાર રીત આ લેખ દ્વારા જણાવવા જઈ રહ્યા છીએ.

આજે અમે તમને છાશનાં જંતુનાશક તરીકેનાં ઉપયોગ અંગે જણાવીશું. જાણકારી માટે તમને જણાવી દઈએ કે, લેક્ટોપસ બેક્ટેરીયાને છાશમાં ઉછેરીને તેનો છંટકાવ કરવામાં આવે તો 30 જેટલા પાકમાં 20 જાતનાં રોગને દૂર કરી શકાય છે. તેમજ તે પણ કોઈ પણ જાતનાં મોટા ખર્ચ વિના. આ લેક્ટોપસ બેક્ટેરીયા અન્ય બેક્ટેરિયાને મારી નાંખે છે. જેનાંથી ફૂગનાં બેક્ટેરિયા પણ ખતમ થઇ જાય છે.

ખેડૂત મિત્રો તમને એ જાણીને પણ સંતોષ થશે કે, આ છાશની દવાથી મનુષ્યને કોઈ પણ નુકશાન નથી થતુ. આપણે ત્યાંનાં જામકા નામનાં ગામમાં 15 વર્ષ જેટલા સમયથી છાશ વાપરીને ખેતી કરે છે. તેમજ ખેડૂતોએ કપાસ, તલ, મગફળી, ઘઉં, તુવેર, ડુંગળી, શેરડીનાં પાકમાં છાશ તેમજ છાણ અને ગૌમૂત્રનો વપરાશ કરીને 20 થી 50 % વધારે ઉત્પાદન પણ મેળવે છે. ખેતી માટે છાશનો વપરાશ કઈ રીતે કરવો તે નીચે જણાવેલ છે.

મિત્રો છાશમાંથી કીટનાશક બનાવવા તેને માટલામાં ભરીને લીમડાનાં વૃક્ષની નીચે, કે છાણીયા ખાતરનાં ઢગલામાં તે માટલું મૂકી દયો. તેને 15 થી 25 દિવસ સમય સુધી આ રીતે ભરી રાખવાથી તે સડી જશે. આશરે 20 દિવસ સુધીમાં જ છાશનું કીટનાશક બની જાય છે. આ કીટનાશકને 250 થી 500 ml પંપમાં નાંખી તેને પાકમાં છંટકાવ કરવામાં આઅવે તો ઘણી જાતની ફૂગ (જે બેક્ટેરિયાથી ફેલાય છે) નો નાશ થઇ જય છે. માત્ર આ જ નહિ તેનો ઉપયોગ ઈયળનાં નિયંત્રણ માટે પણ કરી શકાય છે.

તેને મગફળીનાં થડનાં સડાનાં નિયંત્રણ માટે પાણીમાં આપવામાં આવે છે. જો ફૂગ તેમજ મગફળીમાં મુંડા હોય તો તેને લીંબોળીનાં તેલની સાથે છાશ વાપરીને દૂર કરાય છે. તમને જણાવી દઈએ કે, છાશમાં લીંબોળીનું તેલ ભેળવીને ચૂસીયાનો પણ નાશ કરાય છે. છાશથી તમને 800 થી 900 લીટર જેટલી દવા મળે છે. છાશનાં લેપ્ટોપસ અન્ય બેક્ટેરિયાને મારી નાંખે છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે, જો પાક ઉપર પ્રાઈકોડર છાંટી હોય તો તેની ઉપર છાશ છાંટવી ન જોઈએ.

દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં તુવેરનાં પાક માટે છાશનો ઉપયોગ થાય છે. તુવેરમાં સુકારાનાં રોગનાં નિયંત્રણ માટે સારી રીતે કોહવાયેલ છાણિયા ખાતરમાં વૃદ્ધિ પામેલ ટ્રાઇકોડર્મા હરજીએનમને 1 લીટર છાશ પ્રતિ 200 ગ્રામ મુજબ આપવામાં આવે છે. તો ચણાનાં પાકમાં થતા સુકારા રોગનાં નિયંત્રણ માટે, વાવણી સમયે ટ્રાયકોડર્મા વીરીડી (106 સીએફયુ/ gram) 2.5 kg + 250 kg દિવેલીનો ખોળ કે છાણિયું ખાતર ભેળવી છાશમાં આપવાથી સુકારો નિયંત્રણમાં આવે છે.

કિસાન મિત્રો તમને જણાવી દઈએ કે, ગાયનાં છાણ, ગૌમુત્ર તેમજ ખાટી છાશ વાપરીને જંતુનાશક ઝેરનો ઉપયોગ કરવામાં આવે તો મધમાખી આવે છે, તેમજ તેના લીધે ફલીનીકરણ વધે છે. ગાયનાં છાણ તેમજ ગૌમૂત્રથી ટેટી, તરબૂચ, શાકભાજીનું ઉત્પાદન પણ બમણું તેમજ મીઠાશ ચાર ગણી થઇ જાય છે. તેનાંથી કેરી, શાકભાજી, ટેટીની મીઠાસ, સુગંધ તેમજ છોડ વેલાનો વિકાસ પણ સારો થાય છે.


Share post