સૌરાષ્ટ્રનામાં ચેકડેમ તૂટતા ખેડૂતોને મોટું નુકશાન, ખેતરોમાં પાણી ભરાતા ઉભેલો પાક ધોવાયો

Share post

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. સૌરાષ્ટ્રની ઘણી નદીઓમાં નવાં નીરનાં આગમનની સાથે જ ઘણી નદીઓમાં તો ઘોડાપુર પણ આવ્યા છે. ઘણાં વિસ્તારોમાં ખેડૂતોને લાભ થયો છે, તો વળી ઘણાં ખેડૂતોને ઘણું નુકશાન ભોગવવું પડ્યું છે. હાલમાં આવાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.

વીરપુરમાં આવેલ થોરાળા ગામની નજીક આવેલ ચેકડેમો તથા તળાવો તૂટી જતાં ખેતરોમાં પણ ઘોડાપૂર આવ્યું હતું. જેને કારણે ખેતરમાં ઉભી મગફળી સહિત ઘણો પાક ધોવાઈ જતાં ખેડૂતોને પડતાં પર પાટુ સહન કરવાનો વારો આવ્યો છે. જેને લીધે ખેડૂતોને મોટુ નુકસાન થયું છે. ખેડૂતોની માંગ રહેલી છે, કે સરકાર દ્વારા તાત્કાલિક મદદ કરવામાં આવે. જેને કારણે ખેડૂતો ફરીથી વાવેતર પણ કરી શકે.

ચાલુ વર્ષ દરમિયાન સારો એવો પાક થશે એવી આશાએ ખેડૂતોએ અલગ-અલગ પાકોનું મોટાં પ્રમાણમાં વાવેતર પણ કર્યુ હતુ. શરૂઆતમાં તો પાકને જરૂરીયાત હોય એ પ્રમાણેનો જ વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતાં પણ છેલ્લા કુલ 15 દિવસથી સતત વરસાદ તેમજ છેલ્લા કુલ 2 દિવસથી અતિભારે વરસાદને કારણે સારા એવાં પાકનું પણ ચિત્ર બદલાઈ ગયું છે.

વીરપુરમાં આવેલ થોરાળા ગામની નજીક આવેલ તળાવનાં નીચાણવાળા વિસ્તારમાં વીરપુરનાં ઘણાં ખેડૂતોની જમીન આવેલી છે. ગઈ કાલે અતિભારે વરસાદને કારણે થોરાળા ડેમ વિસ્તારનાં ચેકડેમ તથા નાના તળાવો પણ તૂટી પડતાંની સાથે જ ખેતરોમાં ઘોડાપુર આવ્યું હતું.

આ પુરમાં ખેતરોમાં ઉભા મગફળી સહિત ઘણાં પાકોનું ધોવાણ થઈ ગયું હતું. તમામ પાકનું ધોવાણ થઈ જતાં આ વિસ્તારનાં ખેડૂતોએ સરકારની પાસે અન્ય પાકનાં વાવેતરની માટે તાત્કાલિક ધોરણે સહાય કરે તેવી માંગણી પણ કરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post