તુલસી વિવાહના પાવન પર્વ પર આ મંત્રનો જાપ કરવાથી તુલસીમાતાની કૃપાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થશે   

Share post

25 નવેમ્બરના રોજ એટલે કે, આજરોજ દેવઊઠની એકાદશી છે. આ દિવસે ભગવાન વિષ્ણુ કુલ 4 મહિનાની યોગ નિદ્રામાંથી જાગે છે. દર વર્ષે કારતક મહિનાના સુદ પક્ષની એકાદશીને દેવઊઠની એકદાશી કહેવામાં આવે છે. જે કુલ 4 મહિનામાં ભગવાન વિષ્ણુ સૂવે છે, એને ચાતુર્માસ કહેવામાં આવે છે. આ વર્ષે અધિકમાસ હતો, જેને કારણે ચાતુર્માસ કુલ 5 મહિનાનો હતો.

દેવઊઠની એકાદશીથી લગ્ન તેમજ અન્ય શુભ કાર્યોની શરૂઆત થઈ જાય છે. ત્યારપછી ભગવાન વિષ્ણુ 20 જુલાઈ 2021ના રોજ દેવશયની એકાદશીથી ફરી વિશ્રામ કરશે. આપણા સૌના ઘરમાં બિરાજમાન મા તુલસીના કુલ 8 નામનો મંત્ર દેવઉઠની એકાદશીના દિવસે બોલવાથી ભગવાન વિષ્ણુની સાથે જ મા લક્ષ્મી પણ અતિ પ્રસન્ન થાય છે.

મંત્ર :
“वृन्दा वृन्दावनी विश्वपूजिता विश्वपावनी। पुष्पसारा नन्दनीच तुलसी कृष्ण जीवनी।।
एतभामांष्टक चैव स्रोतं नामर्थं संयुक्तम। य: पठेत तां च सम्पूज् सौऽश्रमेघ फललंमेता।।”

તુલસીનાં કુલ 8 નામ :
પુષ્પસારા, નંદિની, વૃંદા, વૃંદાવની, વિશ્વપૂજિતા, વિશ્વપાવની, તુલસી તેમજ કૃષ્ણા જીવની એમ થઈને આ કુલ 8 નામો તુલસી માતાના છે.

તુલસીની પૂજામાં આ વસ્તુ હોવી ખુબ જરૂરી છે :
તુલસી માતાની પૂજા કરવાં માટે ઘીનો દિવો, ધૂપ, સિંદૂર, ચંદન, નૈવૈદ્ય તેમજ પુષ્પ અર્પણ કરવામાં આવે છે. દરરોજ પૂજન કરવાથી ઘરનુ વાતાવરણ એકદમ પવિત્ર રહેશે. આ છોડમાં કેટલાંક એવા તત્વ રહેલાં હોય છે કે, જેનાથી કીટાણુ આસપાસ ફરકશે નહી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…