આ તારીખથી રાજ્યમાં આવશે વરસાદનો અંત- હવામાન વિભાગે આપી મહત્વની જાણકારી

Share post

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે થી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. જોકે, આજે વરસાદી સિસ્ટમ ફંટાઈ હોવાનું રાજ્યના પ્રાદેશિક હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું છે. જેના પગલે રાજ્યમાં વરસાદ ઘટ્યો છે. જો કે આગામી ચાર દિવસ બાદ ફરી રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

આજે પણ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ, નવસારી, જામનગર, જૂનાગઠ, મોરબી, દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે.

26 ઓગષ્ટ માટે યેલો એલર્ટ
હવામાન વિભાગ દ્વારા 2 દિવસ પહેલા જ મંગળવાર માટે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. જ્યારે કે 26 ઓગષ્ટ માટે યેલો એલર્ટ આપવામાં અપાયુ છે. જો કે બીજી તરફ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ સર્જાઇ છે. જે બે દિવસમાં વધુ મજબૂત બનીને ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે. જો કે આ સિસ્ટમ ઉત્તર ભારતના રાજ્યો તરફ ફંટાઇ તેવી સંભાવના છે. જો કે તેની અસર હેઠળ રાજ્યમાં ફરીવાર 28 ઓગષ્ટ બાદ વરસાદી માહોલ જોવા મળી શકે છે.

આજે સવારથી ઉઘાડ નીકળ્યો છે
અમદાવાદમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ બાદ આજે વરસાદે આરામ લીધો છે. વહેલી સવારે વરસાદ બાદ સવારમાં ઉઘાડ નીકળ્યો છે. આકાશ એકદમ સ્વચ્છ જોવા મળ્યું છે. તડકો નીકળતા કેટલાક જગ્યાએ ભરાયેલા પાણી સુકાયા છે.

29મી ઓગસ્ટે ફરી ભારે વરસાદની શક્યતા
રાજ્યમાં વરસાદને લઈ અમદાવાદ પ્રાદેશિક હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. જયંત સરકારે જણાવ્યું છે કે, વરસાદી સિસ્ટમ ગુજરાત પરથી ફંટાઈ છે. 29 ઓગસ્ટએ ફરી વરસાદી સિસ્ટમ બનતા રાજ્યમાં વરસાદમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ રહેશે. ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, અમરેલી, ભાવનગર, મહેસાણા, સુરત, દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ રહેશે.અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 107 ટકા વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા જાણવામાં આવ્યું છે કે આવતા મહીને એટલે કે સપ્ટેમ્બર મહિનામાં વરસાદનો ઘટાડો થઇ શકે છે. રાજ્યમાં આ વર્ષે ખુબ સારો વરસાદ થઇ ચુક્યો છે, અને આ અણધાર્યા વરસાદના કારણે ખેડૂતોને ઘણું નુકશાન થયું છે. ખેતરોમાં ઉભા પાકો નાશ પામ્યા છે. અને ખેડૂતોની ચિંતામાં પણ ઘણો વધારો થયો છે. પરંતુ હાલ હવામાન વિભાગે ખેડૂતોને રાહતના સમાચાર આપ્યા છે. અને આવનારા મહિનામાં વરસાદનો અંત આવી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post