ચાણક્ય: તમારે જીવનમાં આગળ આવવું હોય તો જગતની ચિંતા કર્યા વગર કરો આ કામ- ખેડૂતો ખાસ વાંચે

Share post

ચાણક્ય નું નામ બધાએ સાંભળ્યું જ હશે. તેણે પોતાના જીવન માથી જે અનુભવો મેળવ્યા તેને ચાણક્યનીતિમાં શામેલ કાર્ય છે. ચાણક્ય નીતિ ની આ ચોપડીમાં ઘણી એવી પણ વાતો છે જેના પણ જો વ્યક્તિ અમલ કરે તો એને સફળ થવાથી કોઈ  રોકી શકતું નથી. અલબત તેમાં અમુક એવા પણ કામ છે જે વ્યક્તિ એ શરમ વગર કરવા જોઈએ. જો કોઈ વ્યક્તિ આ કામ બેશરમ થઇ ને નહીં કરે તો આખા જીવન માં કશું જ નહીં કરી શકે. અને જો આ કામ કરશે તો તે હંમેશા ખુશ રહેશે. તો ચાલો જાણીએ કયા છે એ 3 કામ.

પહેલું કામ

જ્યારે તમને પૈસા ની જરૂર હોય તો ગમે તેના પાસેથી અચકાયા વગર માંગી લો. અને જ્યારે પૈસા થાઈ ત્યારે પાછા આપી દો. એટલેકે ધન ની લેતી દેતી માં ક્યારેય પણ શરમાવું ન જોઈએ. આવું કરવાનું કારણ એ છે કે જો કોઈ વ્યક્તિ વ્યાપાર અને વ્યવહાર ના લેવદ દેવડ માં શરમ કરવા લાગશે તો જીવન માં ક્યારેય પણ ઉન્નતિ નહીં કરી શકો. એટલા માટે જ  ક્યારેય પૈસા માગવામાં શરમ ન કરો.

બીજું કામ

ચાણક્ય નીતિ મુજબ ભણવાની બાબત માં ક્યારેય પણ શરમ ન રાખવી જોઈએ. તમે ઘણી વખત જોયું હશે કે કેટલાક વિદ્યાર્થી એવા હોય છે જે પોતાના સરને સવાલ  પૂછવા મા ખચકાટ અનુભવે  છે અને ગભરાય છે. જેના કારણે તે વિધ્યાર્થી એ વાત નું જ્ઞાન નથી મેળવી શકતો, જે એમને ખબર નથી. ચાણક્ય નીતિ પ્રમાણે આવુ ન કરવું જોઈએ. જે માણસ જ્ઞાન મેળવવા માટે પણ શરમાય છે એ વ્યક્તિ જીવન માં કંઈ પણ  પ્રાપ્ત નથી કરી શકતો. એટલા માટે ભણવા માં ક્યારેય શરમાવું ન જોઈએ.

ત્રીજું કામ

જે લોકો જમવામાં શરમાય છે એ માણસ પણ જીવન માં કંઈ પણ સારું મેળવી  શકતો નથી. એ માણસ પોતાનું અને પરિવારનું આખું જીવન દુઃખ માં વ્યતીત કરી નાખે છે. ભોજન માં શરમાતો વ્યક્તિ હંમેશ ભૂખ્યો રહી જાય છે. જે માણસ પોતાના પેટ માટે નથી બોલી શકતો તો તે બીજા કોઈ કામ માટે શું બોલવાનો? એટલા માટે તમારે જમતી વખતે શરમ છોડી દેવી જોઈએ અને પેટ ભરીને જમી લેવું જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post