આ કાર્યોમાં થોડી પણ શરમ ન રાખવી જોઈએ, નહીતર એટલું મોટું નુકશાન થશે કે…

Share post

એવું કહેવામાં આવે છે કે વ્યક્તિ જયારે શરમ અનુભવે છે ત્યારે તેને સંસ્કારી બનાવે છે. જો, કે આચાર્ય ચાણક્યએ શરમ તથા સંકોચની વિશે જણાવતાં કહ્યું છે, કે દરેક જગ્યાએ  શરમ ન આવવી જોઈએ. ચાણક્યએ પોતાની પુસ્તક એથિક્સમાં કેટલીક એવી બાબતોનો ઉલ્લેખ કર્યો છે જ્યાં મનુષ્યએ શરમ ન કરવી જોઈએ.

આચાર્ય ચાણક્ય કહે છે, કે વ્યક્તિને પૈસા સંબંધિત કામમાં કદી શરમ ન આવવી  જોઈએ. કારણ કે જે વ્યક્તિ પૈસા સંબંધિત કામમાં શરમાય છે એને પૈસાની ખોટનો સામનો કરવો પડે છે. ઉદાહરણ તરીકે જો, કોઈ વ્યક્તિએ બીજાને પૈસા આપ્યાં હોય, પરંતુ તેને પૈસા પાછા માંગવામાં શરમ આવે છે, તો આ તેનાથી પૈસા પણ ગુમાવશે. તેથી, પૈસા સંબંધિત કામમાં શરમાવવું એ યોગ્ય નથી.

ચાણક્ય જણાવતાં કહે છે, કે કોઈપણ વ્યક્તિને ભોજન કરવામાં શરમ ન આવવી જોઈએ. સામાન્ય રીતે જોવાં મળતું હોય છે, કે ઘણા લોકો અજાણી વ્યક્તિ અથવા સબંધીની સાથે ભોજન કરતી વખતે શરમ અનુભવે છે અને તેઓ માત્ર અડધું જ ખાય છે. ચાણક્ય કહે છે, કે માણસે ક્યારેય તેની ભૂખને મારરી ન જોઈએ. કારણ કે ભૂખ્યા માણસો તેમના શરીર અને મન પર કાબૂ રાખી શકતાં નથી.

આચાર્ય ચાણક્ય કહે છે, કે ગુરુ માર્ગદર્શક હોય છે. તેથી એમની પાસેથી શિક્ષણ લેવામાં કદી શરમ ન આવવી જોઈએ. એવું કહેવામાં આવે છે, કે એક સારો વિદ્યાર્થી તે છે જે તેનાં ગુરુ પાસેથી બધી જિજ્ઞાસાનાં જવાબો પ્રાપ્ત કરવાનું છે તે પણ શરમ વગર. ચાણક્ય કહે છે, કે જે વિદ્યાર્થી શિક્ષણ મેળવવામાં શરમ અનુભવે છે, તેનામાં જ્ઞાનનો અભાવ રહેલો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post