વેરો ભર્યો હોવાં છતાં કેનાલની સાફ-સફાઈ ન થતાં ખેડૂતોએ અર્ધ નગ્ન થઈ સરકાર સમક્ષ વ્યક્ત કર્યો પોતાનો વિરોધ  

Share post

ખેડૂતોને ખેતરોમાં પાણી મળી રહે એની માટે સરકાર દ્વારા કેનાલની વ્યવસ્થા કરવામાં આવી છે. આની સાથે જ વર્ષોથી કેનાલની સાફસફાઈ ન થતાં ઘણીવાર મોટી સમસ્યા સર્જાતી હોય છે. હાલમાં પણ આવા જ એક સમાચાર સામે આવી રહ્યાં છે. નસવાડી તાલુકાની બ્રાન્ચ કેનાલોમાં હાલમાં પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી માઈનોર કેનાલોમા પહોંચતું હોવાંથી ખેડૂતો પાણી લેતા હોય છે ત્યારે નસવાડી તાલુકામાં આવેલ ચામેઠા માઈનોર કેનાલ અંદાજે 4 કિમી વિસ્તારમાં ફેલાયેલ છે.

જેમાં કુલ 300થી વધારે ખેડૂતો કેનાલમાંથી સિંચાઈનું પાણી લેતા હોય છે પણ છેલ્લાં 3 વર્ષથી કેનાલની સફાઈ કરવામાં આવી નથી તથા કેનાલ જર્જરિત બની હોવાથી પાણી છોડ્યા પછી પણ મોટી માત્રામાં બિન જરૂરી કોતરોમાં ભરાય જાય છે. આની સાથે જ ખેતરોમાં પણ પાણી ભરાઈ જાય છે પરંતુ જે ખેડૂતોને હાલમાં પાણીની જરૂરીયાત રહેલી છે એમને પાણી પહોંચતું નથી. સૌથી મોટો પ્રશ્ન કેનાલની સાફ-સફાઈ કરવાનો છે.

કેનાલમાં સાફ-સફાઈ થઈ ન હોવાંથી પાણી છોડ્યા પછી પાણી મળતું નથી. જેને કારણે ચામેઠા ગામના ખેડૂતો કેનાલમા ઉભા રહીને અર્ધ નગ્ન થઈ ‘પાણી આપો, કેનાલની સફાઈ કરો’ ના સુત્રોચાર કર્યા હતા. જેન્તીભાઈ નામના ખેડૂતના જણાવ્યા પ્રમાણે, નિગમના અધિકારીઓ દ્વારા સાફ-સફાઈ કરવામાં આવતી નથી. ખેતરો સુધી અધિકારી આવીને  પાણી મળે છે કે નહી એ જુએ છે. ખેડૂતોને અમે તમામ સુવિધા આપી રહ્યા છે. હાલમાં પાક સુકાઈ ગયો છે. ખેડૂતોને ખેતરની પાસે કેનાલ હોવાં છતાં પાણી મળતું નથી. એનો શુ મતલબ? જેને લઈને અમે સરકારી તંત્ર ધ્યાન આપે એ માટે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

માઈનોર કેનાલનાં પાણીનો લાભ લેતા ખેડૂતો 3 વર્ષ અગાઉ નિગમને કુલ 1 લાખ રૂપિયા પાણીનો વેરો ભરી રહ્યાં હતા. હાલમાં પાણી છોડ્યા પછી પાસેના ખેડૂતોને પાણી મળે છે પરંતુ કેનાલની સાફ-સફાઈ થઈ ન હોવાથી આગળ જતાં કેનાલ સુકાઈ ગઈ છે. કુલ 3 ઈંચ પાણી કેનાલમા દેખાતું નથી. પછી કઈ રીતે ખેડૂતો પાણી લઈ શકે કેનાલની સાફ-સફાઈ થાય તથા ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચે એવી માંગ કરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post