ભાજપ પ્રમુખને ખેડૂત સમાજની ચેલેન્જ- પાક વીમો આપો નહીતર…

Share post

સીઆર પાટીલ હાલ સૌરાષ્ટ્રની યાત્રાએ છે. રાજકોટ પ્રવાસ દરમિયના સીઆર પાટીલે જણાવતા કહ્યું હતું કે, આવનારી વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં અમારી સરકાર 182 સીટ જીતશે, જો આવું નહિ બને તો હું ભાજપ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દઈશ. સીઆર પાટીલના આ નિવેદનથી રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સાથે-સાથે પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલાએ બનાવેલા પ્રજા શક્તિ ફ્રન્ટના પ્રવકતા પાર્થેશ પટેલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું રાજીનામું તૈયાર કરીને ટ્વીટર પર મૂક્યું હતું. સીઆર પાટીલના આ નિવેદનથી ખેડૂત સમાજ અમરેલી જીલ્લા પ્રમુખ નરેશ વિરાણીએ ખેડૂતો વતી મોટી જાહેરાત કરી હતી.

નરેશ વિરાણી જણાવતા કહે છે કે, જો સીઆર પાટીલને વર્ષ 2022માં 182 સીટ જીતવી હોય તો તેઓએ રાજ્યના લાખો ખેડૂતોની દરેક સમસ્યાઓનું સમાધાન કરવું પડશે. નરેશ વિરાણી જણાવતા કહી રહ્યા છે કે, છેલ્લા ચાર વર્ષથી ગુજરાતના ૫૬ લાખ ખેડૂતોના પાક વીમા કોણ ચોરી અને લુટી ગયું છે, સાથે-સાથે જણાવતા કહે છે કે, ખેડૂતોની એ જ માંગ છે કે ૫૬ લાખ ખેડ્તોનો પાક વીમો કોણ ચોરી ગયું છે જે અંગે કોઈ જવાબ ભાજપ સરકાર જણાવી નથી રહી. હાલ મુખ્ય ત્રણ માંગો જે ખેડૂતોએ કરી છે એ પૂરી કરવામાં આવે એજ સૌરાષ્ટ્રના અને ગુજરાતના ખેડૂતોની માંગ છે.

સાથે સાથે જ નરેશ વિરાણી જણાવતા કહે છે કે, જો ચૂંટણી પહેલા જો અમારી માંગણી પૂરી નહિ કરવામાં આવે, અમને અમારો પાકવીમો નહિ ચૂકવામાં આવે, ખેડૂતોના દેવા માફ કરવામાં નહિ આવે તો ભાજપ સરકારને આનું પરિણામ ભોગવવું પડશે. આખરે નરેશ વિરાણી જણાવતા કહે છે કે, “જો તમે વર્ષ 2022ની ચૂંટણીમાં 182 સીટો જીતી ગયા તો હું ખેડુત સમાજ અમરેલી જિલ્લા પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દઈશ.”

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post