ગુજરાતના આ શહેરે એવું કામ કર્યું કે જેનાથી પ્રભાવિત થઈને રુપાણી સરકાર કરી રહી છે ભરપેટ વખાણ

Share post

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની તમામ સરકારી શાળાના મકાનો,સરકારી ભવનોમાં વરસાદનાં પાણીના સંગ્રહ માટેની રેઇન વોટર હાર્વેસ્ટીંગ પદ્ધતિ અપનાવીને જળ સંચય-જળ સંગ્રહનું આહવાન કર્યુ છે.આ બાબતે તેમણે જણાવ્યું કે,જળ એ જ જીવન છે,અને પાણી જ વિકાસનો આધાર છે,ત્યારે આપણી પ્રાચીન પરંપરા એવી વરસાદી પાણીના ભૂર્ગભ જળસંગ્રહ ટાંકાની પદ્ધતિને હવેના નૂતન અભિગમ સાથે અપનાવી જળસુરક્ષા માટે સૌએ સામૂહિક પ્રયત્નો કરવા જોઇએ.મુખ્યમંત્રીએ વડોદરા જિલ્લાની સરકારી શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગના આખાં દેશમાં પ્રથમ એવા સફળ પ્રયોગનું ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા લોન્ચ કર્યુ હતું.

મુખ્યમંત્રીએ રાજ્યમાં પાણીના દુકાળને ભૂતકાળ બનાવવાની ઈચ્છા સાથે રાજ્ય સરકારે છેલ્લા 3 વર્ષથી જન સહયોગ દ્વારા જે ‘સુજલામ સુફલામ’ જળ અભિયાન શરૂ કર્યું છે,તેની વિસ્તૃત ભૂમિકા આપી હતી.તેમણે જણાવતાં કહ્યું કે,નદી-તળાવો,ચેકડેમ ઊંડા કરીને તેમાંથી કાંપ-માટી કાઢીને વરસાદી પાણીનો વધુ સંગ્રહ થઇ શકે તે ધ્યેયથી રાજ્ય સરકારે 2018ના વર્ષથી શરૂ કરેલ આ અભિયાનમાં આ વર્ષે કોરોના સંક્રમણનો ભય હોવાં છતાં પણ સમગ્રતયા 3 વર્ષમાં 40,628 લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતાને આપણે વધારી શકયા છીયે.

મુખ્યમંત્રીએ ગુજરાતને વોટર સરપ્લસ સ્ટેટ બનાવવાની દિશામાં જે તર્કબદ્ધ પગલાં ભરવામાં આવ્યા છે,તેની વિગતો આપતાં તેમણે કહ્યું કે,સુજલામ સુફલામ જળ અભિયાન ઉપરાંત રિયુઝ ઓફ વોટર કે જે સમુદ્રના ખારા પાણીને પીવાલાયક બનાવવા 10 જેટલા ડિસેલીનેશન પ્લાન્ટસ, નગરો-મહાનગરોમાં ગંદા પાણીને ચોખ્ખું કરીને રિટ્રીટ કરીને તેનો ઉદ્યોગો,ખેતીવાડી માટે ઉપયોગ-રિયુઝ કરવાની નક્કર કામગીરી કરીને ગુજરાતે દેશને નવો રાહ બતાવ્યો છે.

વિજય રૂપાણીએ ભવિષ્યનાં વિકાસની નવી ચરમસીમા પાર કરવામાં પાણીને જ વિકાસનો આધાર ગણાવ્યો હતો.તેમણે મુશ્કેલીને અવસરમાં બદલવાના ગુજરાતના સંસ્કારને ઊજાગર કરવાની પ્રેરણા આપતાં કોરોના વચ્ચે-કોરોના સામે જંગ લડીને કોરોનાને હરાવવા માટે ‘જાન હૈ – જહાન હૈ’ સાકાર કરી બતાવવાનું આહવાન આપ્યું હતું.

વડોદરા જિલ્લાનાં વહિવટીતંત્ર એ જિલ્લાની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના 1,000 જેટલા ભવનોને વારાફરતી લઇને આ શાળા ભવનોમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ વરસાદી પાણીના સંગ્રહનો પ્રોજેકટ માત્ર 9 માસના ટૂંકા સમયગાળામાં પૂર્ણ કર્યો છે.સમગ્રતયા રૂ. 6 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ પ્રોજેકટમાં CSR પ્રવુતિ અન્વયે જાહેર સાહસો અને જિલ્લા પ્રશાસનના વિવિધ સરકારી અનુદાનો,ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન ફંડ વગેરેનો નાણાંકીય સહયોગ મળી રહ્યો છે.

વડોદરા જિલ્લાએ આખા દેશમાં પ્રથમ પહેલ કરીને જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની બધી જ સરકારી પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં હાથ ધરેલા આ રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેકટને લીધે દર વર્ષે અંદાજે 10 કરોડ લીટર વરસાદી પાણી વ્યર્થ વહી જતું અટકશે અને તેનો સંગ્રહ થતાં યોગ્ય ઉપયોગ થશે.મુખ્યમંત્રીએ જળસંચય – જળસંરક્ષણની આ અભિનવ પહેલની માટે વડોદરા જિલ્લાને શાબાશી પાઠવતાં કહ્યું છે કે,પાણી એ પરમેશ્વરનો પ્રસાદ છે,ત્યારે તેના 1-1 ટીપાંનો કરકસરયુકત સદુપયોગ કરવાનો અને ભવિષ્યની પેઢી માટે જળ સુરક્ષાનો આ પ્રયત્ન સૌને માટે ઉદાહરણરૂપ બનશે.

મુખ્યમંત્રીએ રેઇન વોટર હાર્વેસ્ટીંગને ઇ-લોન્ચીંગ સાથે ડભોઇ જૂથ પાણી પૂરવઠા યોજના દ્વારા ફેઇસ-1 અંતર્ગત રૂ. 124.51 કરોડ રૂપિયાની યોજનાથી 118 ગામો અને 30 નર્મદા વસાહતો માટે સરફેસ સોર્સ-નર્મદા કેનાલનાં આધારે પાણીની યોજનાનું લોકાર્પણ અને આ જ યોજનાના ફેઇસ-3 ના રૂ. 43.94 કરોડના કામોનું ખાતમૂર્હત વીડિયો કોન્ફરન્સથી કર્યું હતું.તેમણે વર્ષા જલનિધિ બુકનું લોન્ચિંગ પણ કર્યુ હતું.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ એવાં શ્રી રાજેન્દ્ર ત્રિવેદી અને શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર આ પ્રસંગે ગાંધીનગરથી તેમજ રાજ્યમંત્રી યોગેશ પટેલ અને વડોદરા શહેર-જિલ્લાના વિધાયકો, સાંસદો,પદાધિકારીઓ વડોદરાથી વીડિયો કોન્ફરન્સ દ્વારા આ ઇ લોન્ચીંગમાં જોડાયા હતા.વડોદરા જિલ્લાનાં કલેકટર શાલિની અગ્રવાલે પ્રોજેકટની સમગ્ર વિગતોની માહિતી આપી,સૌને આવકાર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ સૌને અભિનંદન પાઠવ્યાં હતાં.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post