અંબાણીથી લઈને બચ્ચન સુધીની મોટી-મોટી હસ્તીઓ પીવે છે અહિયાંનું દૂધ, એક લીટર દુધની કિંમત જાણી આંખે અંધારા આવી જશે

Share post

ભારત દેશના પ્રસિદ્ધ બીઝનેસમેનથી લઈને બોલીવુડ અને ટીવી ના દરેક કલાકારો પોતાની ફીટનેશને ખુબ મહત્વ આપતા હોય છે અને ઘણું ધ્યાન પણ રાખતા હોય છે. પોતાની ફીટનેશ ને સારી રાખવા માટે આ લોકો સારા અને મોંઘા પ્રકારની ચીજ-વસ્તુઓનો ઉપયોગ કરે છે. પરતું શું તમે જાણો છો કે મકેશ અંબાણી, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, અક્ષય કુમાર જેવી મોટી હસ્તીઓ પોતાની ફિટનેસ માટે કઈ ડેરીનું દૂધ પીવે છે. જો નહિ તો આજે આપણે જાણીએ કે આ લોકો સામાન્ય દૂધ નહિ પરંતુ હાઈટેક ફાર્મ નું હેલ્ધી દૂધ પીવે છે. અને આ ડેરીના 1 લીટર દુધની કિંમત સામાન્ય દુધથી ઘણી વધારે છે.

નિયમિત મુંબઈ માં સપ્લાઈ થાય છે દૂધ:
દેવેન્દ્ર શાહ ની ડેરીનું દૂધ મહારાષ્ટ્ર રાજ્યના ઘણા વિસ્તારોમાં પુરવઠો પૂરો પાડવામાં આવે છે. પુણે શહેરથી મુંબઈનું અંતર છે ૧૬૩ કી.મી. જેના માટે ૩ કલાક જેટલો સમય થાય છે પસાર. મુંબઈ શહેરમાં આ ડેરીનું દૂધ પીવા વાળા ઘણા ગ્રાહક છે. જેને કારણે રોજ પુણે શહેરથી મુંબઈ માટે દુધનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે.

આ ડેરીની ડીલીવરી વેન સવારે ૫.૩૦ થી ૭.૩૦ વચ્ચે દરેક ગ્રાહકોના ઘરે દૂધ પહોંચાડી દે છે. તેની સાથે જ ‘પ્રાઈડ ઓફ કાઉ’ માટે દરેક ગ્રાહકોના એક લોગ ઈન આઈડી પણ હોય છે. જેની ઉપર તે ઓર્ડર બદલી અથવા તો રદ્દ પણ કરી શકે છે. ડીલીવરીનું સ્થળ પણ સરળતાથી બદલાવી શકે છે.

ગાયોને આપવામાં આવે છે RO નું ફિલ્ટર પાણી:
તેની સાથે જ આ ડેરીમાં ગાયો માટે સ્વચ્છતાનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. અહિયાં ગાયો માટે રબર ની ચટાઈ પાથરવામાં આવે છે. જેની દિવસમાં ઓછામાં ઓછી ૩ વખત યોગ્ય રીતે સફાઈ કરવામાં આવે છે. તેની સાથે જ આ ગાયોને પીવા માટે માત્ર RO નું ફિલ્ટર પાણી જ આપવામાં આવે છે. અને તેને ખાવા માટે સોયાબીન, આલ્ફા ઘાંસ, ઋતુ મુજબ વિવિધ શાકભાજી અને મકાઈનો હેલ્ધી ચારો પણ આપવામાં આવે છે. અને આ ડેરીની વિશેષ વાત તો એ પણ છે કે, અહિયાં નિયમિત સતત ૨૪ કલાક ધીમા અવાજમા સંગીત વાગતુ જ રહે છે.

બધા જ કામ કરવામાં આવે છે મશીનથી:
‘ભાગ્યલક્ષ્મી’ ડેરીની સૌથી વિશેષ વાત કરીએ તો, તેમાં કુલ 2000 ડચ હોલ્સ્ટીન જાતીની ગાયો છે. આ ફાર્મ ૨૬ એકર જગ્યામાં વિસ્તરેલું છે, અને અહીં દરરોજ ૨૫,૦૦૦ લીટર દૂધનુ ઉત્પાદન થાય છે. દરરોજ સવારે 2 હજાર ગાયોનુ દૂધ કાઢવામાં આવે છે.

આ ઉપરાંત અહિયાં બધા કામ મશીનોથી જ કરવામા આવે છે. અહી આ ગાયોનુ દૂધ કાઢવાથી લઈને તેના પેકિંગ સુધી તમામ કામ મશીનો દ્વારા જ કરવામાં આવે છે.

આ ડેરીના ૨૨ હજારથી પણ વધુ છે ગ્રાહકો:
મહારાષ્ટ્ર રાજ્યના પુણે શહેરમાં ‘ભાગ્યલક્ષ્મી’ નામની એક ડેરી આવેલી છે. આ ડેરીના ગ્રાહકોના લીસ્ટમાં અંબાણી પરિવારથી લઈને દેશની તમામ મોટી હસ્તીઓ રહેલી છે. ભાગ્યલક્ષ્મી ડેરીના માલિક છે દેવેન્દ્ર શાહ કે જેમણે આ ડેરીની સ્થાપના કરી. પહેલા તો આ ડેરીની શરુઆત માત્ર ૧૭ ગ્રાહકોથી જ થઈ હતી. પરંતુ ધીમે ધીમે તેની સંખ્યા વધીને 22,000થઇ ગઈ છે. હાલમા આ સમયે આ ડેરીના એક લીટર દુધની કિંમત ૧૫૨ રૂપિયા પ્રતિ લીટર છે.

વર્ષ ૨૦૨૦ સુધીમા હજુ પણ વધશે માર્કેટ:
વર્ષ 2013 માં આ બજાર લગભગ 70 મીલીયન ડોલર એટલે કે, 4,54,335 કરોડ રૂપિયા જેટલું હતું. ઇન્વેસ્ટર રીલેશન્સ સોસાયટી તરફથી જાહેર કરવામા આવેલા અહેવાલ અનુસાર, આ દૂધની વધતી લોકપ્રિયતાને કારણે વર્ષ 2020 સુધી આ ડેરીનુ માર્કેટ હજુ પણ વધીને 140 બીલીયન ડોલર એટલે કે 90,870 કરોડ રૂપિયા જેટલું થઇ શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post