વાળ ખરવાનાં કારણો અને ખરતા વાળને રોકવા માટે સંપૂર્ણ ઘરેલું ઉપચાર

Share post

હાલના સમયમાં દોડધામવાળી જીવનશૈલીના લીધે મોટાભાગની મહિલાઓમાં વાળ ખરવા ની સમસ્યા જોવા મળે છે. જો વાળ ઓછા ખરે તો કોઈ ચિંતાની નથી પણ વાળ વધારે ખરવા લાગે કે અકાળે વાળ સફેદ થાય તો સ્ત્રીઓ સૌથી વધુ ચિંતિત થઈ જાય છે. એમાં પણ વરસાદ અને વરસાદ પછીના ભેજવાળા વાતાવરણને લીધે વાળ ખરવાની સમસ્યાઓ વધી જાય છે. તેની સાથે ચોમાસા અને શિયાળામાં વધારે વાળ ખરવાની સમસ્યા વધારે જોવા મળે છે અને હાલના ઝડપી જીવનમાં વાળની યોગ્ય કાળજી રાખવાનો સમય પણ હોતો નથી જેના લીધે વાળ ખરવાની સમસ્યા વધી ગઈ છે.

ખરતા વાળને રોકવા માટેનો ઉપાય
ટાઇફોઇડ કે મરડા જેવી માંદગી ઘણી લાંબા સમય સુધી ચાલી હોય તો માંદગી મટી ગયા બાદ પણ વાળ વધારે ઊતરે છે. આંતરડાંના રોગો જો જીર્ણ સ્વરૂપ પકડે અથવા ત્વચાના ઘણા રોગોને કારણે પણ વાળ ખરે છે. પ્રસુતિ બાદ લાંબા વખત સુધી બાળકને સ્તનપાન કરાવવાથી પણ વધારે વાળ ખરે છે. આ સિવાય પોષણનો અભાવ, વિટામિનની ખામી તેમજ વારંવારની ટૂંકા ગાળાની પ્રસૂતિથી વાળ ઉતરે છે.

વધારે પડતા ખારા, ખાટા, તીખા, ઉષ્ણ, તીક્ષ્ણ વાળાં ખોરાકનો સતત કે વધુ ઉપયોગ પણ વાળ ખરવાનું મુખ્ય કારણ ગણવામાં છે. વિરુદ્ધ ખોરાક ખાવાથી પણ વાળ ઉતરે છે. કોસ્ટિક સોડાવાળા સાબુના રોજ ઉપયોગથી વાળ ઉતરે છે. અલગ અલગ પ્રકારનાં રસાયણોયુક્ત સુગંધિત તેલથી પણ વાળ ખરે છે.

મનોવ્યાધિ, ચિંતા, શોક, ભય, ગુસ્સો, અનિદ્રા દ્વારા પણ વાળ નું સ્વાસ્થ્ય જોખમાય છે. સ્ત્રીઓમાં માસિકસ્રાવની અનિયમિતતા, અલ્પ માસિક, અતિ માસિક, શ્વેત સ્રાવ, ગર્ભાશયના મોઢા પર ચાંદું, જાતીય રોગો વગેરે કારણોસર પણ વાળ ઉતરે છે. વારસાગત કારણોમાં માતૃ પક્ષ કે પિતૃ પક્ષની જીર્ણ વ્યાધિઓ જો વારસામાં ઊતરે તો એના લીધે પણ વાળ વધુ ઉતરે છે. વાળ ખરવાના કારણોમાં શારીરિક કે માનસિક ઉપાધિઓ પણ હોઈ શકે, જેમાં મંદબુદ્ધિ, અપસ્માર-વાઈ, સ્મૃતિભ્રંશ, ડાયાબિટીસ, ત્વચાના સોરાયસીસ જેવા રોગો, મસા, કૃશતા, સ્થૂળતા વગેરે ઘણી વિકૃતિઓના કારણે વાળ ખરે છે.

વાળ ખરવાનાં મૂળભૂત કારણોમાંથી જેના કારણે વાળ ઉતરતા હોય તે કારણો જો દૂર કરવામાં આવે તો ચિકિત્સા વગર પણ ફાયદો થઈ શકે છે. આયુર્વેદમાં તેને નિદાન પરિવર્જન કહેવામાં આવે છે. રોગોત્પાદક મૂળભૂત કારણોને દુર કરવા જેને નિદાન પરિવર્જન કહેવામાં આવે છે. વાળ ખરવાનાં આ બધા સામાન્ય કારણો જાણ્યાં બાદ તે કારણોને દૂર કરીને નિમ્ન ઉપચારક્રમ યોજવાથી વાળ ખરતા અટકે છે.

ખોરાકમાં દૂધ અને ઋતુ ના આધારે ફળોનો વધુ ઉપયોગ કરવો. કોસ્ટિક સોડા જેવાં જલદ દ્રવ્યો ઉપયોગમાં લેતા હોય તો, એવા સાબુનો ઉપયોગ કરવાનું ટાળો. અરીઠાં, શિકાકાઈ, મઠો, ત્રિફળા, બેસન, છાશ વગેરે દ્રવ્યોથી વાળ ધોવાથી વાળ ખરતા અટકાવી શકાય. દર અઠવાડિયે સ્વાદિષ્ટ વિરેચનથી હળવો જુલાબ લેવો. બરાહ્મી, આમળાં, ભાંગરો, દૂધી, રતાંજળી, મોથ જેવાં દ્રવ્યોથી ઘરે તેલ બનાવવું અને આ તેલનો જ ઉપયોગ કરવો. તેલ નાખ્યા બાદ સવારે તડકામાં અડધો કલાક બેસવું.

ચયવનપ્રાશ બે ચમચી દૂધ સાથે રોજ સવારે અને રાત્રે લો. આરોગ્યર્વિધની :- બે ગોળી સવારે અને રાત્રે લેવી જોઈએ. લોહાસવ :- જમ્યા પહેલાં ચાર-પાંચ ચમચી બપોરે અને રાત્રે તેમાં એટલા જ પ્રમાણમાં પાણી ઉમેરીને પીઓ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post