તીડ બાદ ગુજરાતના ગામોમાં વધી રહ્યો છે અસંખ્ય ઈયળોનો ત્રાસ- તસ્વીરો જોઈ ચોંકી જશો

Share post

થોડા દિવસ પહેલા જ દક્ષિણઆફ્રિકાથી અસંખ્ય તીડે અહિયાં આવી આતંક મચાવ્યો હતો. તીડના કારણે ખેડૂતોને મોટું નુકશાન ઉભું થયું હતું, પણ હાલના સમયમાં અસંખ્ય ઈયળે આતંક મચાવ્યો છે. ગામના લોકોને ખાટલા પર ભોજન બનાવાનો વારો આવ્યો છે. એવી ગંભીર પરિસ્થતિ સર્જાઈ છે. ગુજરાતના અમરેલી જિલ્લના ધારીના કાંગ્રસા ગામની ઘટના સામે આવી છે. આ ગામમાં છેલ્લા એક અઠવાડીયાથી જંગલી ઈયળોએ ગામ લોકો પર આક્રમણ કર્યું હોય તેવા દ્રશ્યો સર્જાણા છે. ચોમાસાની ઋતુમાં વરસાદ પડતા ગામમાં જંગલી ઈયળો એક સાથે લોકોના ઘરમાં ઉમટી હતી. ઈયળો છેલ્લા પાંચથી છ દિવસમાં આખા ગામમાં ફેલાઈ ગઈ છે. ગામમાં આવેલા દરેક ઘરો, દીવાલો, રસ્તા અને ઓટલા પર ઈયળોને ઈયળો જ જોવા મળી રહી છે.હાલમાં આ ગામમાં એક પણ જગ્યા એવી નથી કે જ્યાં ઈયળોનો ત્રાસ ના હોય. ઈયળો લોકોના ઘરની અંદર પણ ઘૂસી ગઈ છે. જેના કારણે લોકોને તેમના જ ઘરમાં પગ મૂકવો મુશ્કેલ થઇ ગયો છે.

ઈયળોના ત્રાસના કારણે સૌથી વધારે કપરી સ્થિતિ ઘરમાં રહેલી ગૃહિણીઓની થઇ રહી છે. કારણ કે, મહિલાઓએ ખાટલા પર કે, પલંગ પર ચૂલા મૂકીની રસોઈ બનાવવી પડે છે. અને જ્યારે જમવા બેસે છે ત્યારે પણ તેઓને ઇયળોનો ત્રાસ સહન કરવો પડે છે. ઘણીવાર તો જમતી વખતે પણ ઈયળો થાળીમાં પડે છે. ઈયળના ત્રાસથી કંટાળી ગયેલા ગામમાં લોકો પોતાના કામ ધંધાઓ છોડીને ઈયળનો નાશ કરવા માટે અલગ-અલગ કામગીરીઓ પણ અપનાવી રહ્યા છે. છતાં પણ તેમને આ જંગલી ઈયળથી છૂટકારો મળતો નથી. કેટલાક લોકો સાવરણા અને સાવરણી લઇને ઘરમાંથી ઈયળોને બહાર કાઢે છે પરંતુ થોડા જ સમયમાં ઈયળ ફરી ઘરમાં પહોંચી જાય છે. તો કેટલાક લોકો જંતુનાશક દવા અને કેરીસીનનો પણ છંટકાવ કરે છે. પણ તેમ છતાં કોઈ ખાસ ફરક પડતો નથી.

આ ઈયળોએ માત્ર કાંગ્રસા જ નહીં પરંતુ ધારીના સુખપુર, દલખાણીયા અને ગોવિંદપુર સહિતના ગામડાઓમાં છેલ્લા પાંચ વર્ષથી ચોમાસામાં ત્રાટકે છે. ગામમાં આગેવાનું કહેવું છે કે, આ બાબતે સંબંધીત અધિકારીઓને માહિતી આપવામાં આવી છે. પરંતુ તેમની સમસ્યાનો કોઈ ઉકેલ આવી રહ્યો નથી. સુખપુર ગામમાં સરપંચનું કહેવું છે કે, કેરોસીનના છંટકાવથી ઈયળો પર નિયંત્રણ મેળવી શકાય છે પરંતુ કેરોસીન ક્યાય મળતું નથી. ગામના લોકોનું કહેવું છે કે, આ ઈયળો નજીકમાં રહેલા ગીરના જંગલમાંથી આવે છે અને ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ગામમાં ઈયળોનું આક્રમણ થાય છે અને ધીમે-ધીમે આ ઈયળ આગળના ગામડાઓમાં પણ પ્રવેશ કરે છે.

કાંગ્રસા ગામની એક મહિલાએ જણાવ્યું હતું કે, ઈયળોનો ત્રાસ એટલો છે કે, જયારે અમે લોટ બાંધતા હોય અથવા તો શાક વઘારતા હોઈએ ત્યારે તેમાં પણ ઈયળો પડે છે. જમવા બેસીએ તો થાળીમાં ઈયળ પડે અને પાણી પીવા જઈએ તો ગ્લાસ પર ઈયળ ચોટેલી જોવા મળે છે. ઈયળો કરડે એટલે શરીર પર ફોડલીઓ થઇ જાય છે. અશ્વિનભાઈ નામના એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, દવાનો છંટકાવ કરવાથી અમૂક ટકા ઈયળો મરી જાય છે. પણ બે દિવસ થાય એટલે ફરીથી ઈયળો વધવા લાગે છે. પહેલા ગામથી થોડે દૂર થોડી-થોડી ઈયળો દેખાતી હતી પરંતુ વરસાદ ઓછો થયો એટલે ઈયળો વધવા લાગી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…