બાઈકચાલકને બચાવવા જતાં મહુવા તરફ જઈ રહેલ કાર પલટી મારી જતાં સર્જાયો જીવલેણ અકસ્માત

સમગ્ર દેશમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. માર્ગ અકસ્માતને કારણે ઘણાં લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કેટલાંક લોકોને પોતાનો તેમજ પોતાના સ્વજનોનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. રાજ્યમાં પણ આવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. એમાં પણ ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા દોરીથી ગળું કપાઈ જવું જેવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ માર્ગ અકસ્માતની આવી જ એક ઘટના સામે આવી રહી છે.
ભાવનગર-તળાજા રોડ પર પાંચપીપળા નજીક કાર પલટી મારી જતાં મહુવા કોર્ટમાં બેલીફ તરીકે સેવા બજાવી રહેલ અમિતમારુનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું છે. જ્યારે વકીલને ઇજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ભાવનગરથી મહુવા કોર્ટ તરફ જઇ રહ્યાં હતા એ સમયે બાઈક ચાલકને બચાવવા માટે જતા વકીલની કાર પલટી મારી ગઈ હતી.
મળી રહેલ જાણકારી પ્રમાણે ભાવનગરમાં રહેતા તેમજ મહુવા કોર્ટમાં બેલીફ તરીકે ફરજ બજાવી રહેલ અમિત મારુ તથા વકીલ ગૌતમ મારુ મહુંવા કોર્ટ તરફ જઇ રહ્યાં હતા. તેમની કાર ભાવનગર તળાજા રોડ પર પાંચપીળા નજીક પહોંચી ત્યારે એક બાઈક ચાલક આડો ઉતર્યો હતો. બાઈક ચાલકને બચાવવા જતા તેમની કાર પલટી મારી ગઇ હતી.
બનાવની જાણ થતાંની સાથે જ આજુબાજુના લોકો એકત્ર થઈ ગયા હતા. આની સાથે જ ઇજાગ્રસ્તોને બચાવવા માટેની કવાયદ હાથ ધરવામાં આવી હતી. જો કે, બેલીફ અમિત મારુને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…