ગુજરાત: કોલગર્લ બોલાવે છે કહી, ખેડૂતની હત્યા કરનાર સાળા-બનેવીની ધરપકડ

Share post

ધોલેરા તાલુકાના સાંગાસર ગામમાં રહેતા ખેડૂત પાસેથી લૂંટ કરવા કોલગર્લ આવવાની હોવાના બહાને બોલાવી લૂંટ કરી ખેડૂતની હત્યા કરનાર સાળા-બનેવીની અમદાવાદ ગ્રામ્ય LCBની ટીમે ધરપકડ કરી છે. ખેડૂતને જમીન વેચતા પૈસા આવ્યા હતા અને આરોપીઓને તેની જાણ થતાં લૂંટ કરવા યોજના બનાવી હતી. પોલીસે હાલ બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી દીધી છે.

સાંગાસર ગામમાં રહેતા ભીમભાઈ ઠેભાણી ઉ.વ.55 તેમના મોબાઈલ પર 19 જૂને ફોન આવતા બાઇક લઈને તેઓ ઘરેથી નીકળ્યા હતા મોડી રાત્રે પરત ન આવતા આસપાસના ગામમાં અને ભાવનગરમાં તપાસ કરી હતી. 22 જૂનના રોજ હેબતપુર જુપાલી નામની સીમમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ધોલેરા પોલીસ અને અમદાવાદ LCBની ટીમે તપાસ શરૂ કરી મોબાઈલ પર આવેલા ફોન નંબર અને બાતમીના આધારે ભરત વેગડ રહેઠાણ હેબતપુર, ધોલેરા અને રાજેશ સોલંકી રહેઠાણ રોહિકા, બાવળા ની ધરપકડ કરી છે.

બંને આરોપી મૃતક ભરતને ઓળખતા હતા. મૃતકે થોડા સમય પહેલા જમીન વેંચતા તેના 55 લાખ રૂપિયા આવ્યા હતા. જુગાર રમવાનો શોખીન અને રૂપિયા સાથે રાખતો હોવાથી તેની પાસેથી પૈસા મેળવવા માટે લૂંટ કરવાનું બંને સાળા-બનેવીએ નક્કી કર્યું હતું.

કોલગર્લ બોલાવી છે કહી અને ફોન કરી મૃતક ભરતને બોલાવ્યો હતો અને ત્યારબાદ તેના માથામાં સળિયો મારી હત્યા કરી નાખી હતી. મૃતક પાસે વધુ રૂપિયા હોય છે પણ જોકે ત્યારે માત્ર તેની પાસે માત્ર 4500 રૂપિયા જ મળ્યા હતા. લાશને બાઇક સાથે બાંધીને મૃતદેહને બાવળની ઝાડીઓમાં ફેંકી દઈ બને આરોપી ફરાર થઈ ગયા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post