આ ફળની ખેતી કરીને ખેડૂત વર્ષે કરી રહ્યા છે 50 લાખની કમાણી, આ વિડીયો જોઇને તમે પણ…

Share post

ભારત એક ખેતીપ્રધાન દેશ છે. અહીં મોટા ભાગના લોકો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. પરંતુ અમુક લોકો ખેતી કરીને સારી એવી કમાણી પણ કરી લેતા હોય છે. એવા જ એક ગુજરાતના સફળ ખેડૂત ની વાત નહીં કરવા જઈ રહ્યા છીએ. મૂળ ભાવનગર જિલ્લાના વતની વિનુભાઈ ધનજીભાઈ ગોટી એ ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને હાલમાં વાર્ષિક લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

ક્યાંથી આવ્યો આવો વિચાર
વિનુભાઈ જણાવ્યું હતું કે, તમને ખેતરમાં 30 વિઘામાં દાડમ નો બગીચો છે. દાડમના કોઈ વેપારી તેમની વાડી એ દાડમ લેવા માટે આવ્યા હતા. આ વેપારી એ અમને જણાવ્યું કે, દાડમ કરતા તમે ડ્રેગન ફ્રૂટની ખેતી કરો. દાડમની ખેતી કરતા તમને આમાં સારી કમાણી મળી રહેશે. ત્યારબાદ અમને આ વાત સાચી લાગી. જેના કારણે આ વેપારી પાસે અમે ડ્રેગન ફ્રૂટના રોપા મંગાવ્યા હતા. અને થોડા દિવસના આ વેપારી અમારે ત્યાં આવીને રોપા આપી ગયા હતા. દાડમની ખેતીમાં અમે અને કામદારો પણ કામ કરીને થાકી ગયા હતા. જેના કારણે આ નવી ખેતી કરવાનો વિચાર આવ્યો.

ડ્રેગન ફ્રુટ ની ખેતી કઈ રીતે કરવી:
ડ્રેગન ફ્રુટ ના રોપા નું વાવેતર કરતા સમયે 12 ફૂટ પહોળાઈ અને 8 ફૂટ લંબાઈ એ રીતે વાવવા જોઇએ. જ્યારે અમે ડ્રેગન ફ્રુટ ની ખેતી કરવાની શરૂઆત કરી ત્યારે દરેક લોકો એમને ગાંડા ગણી રહ્યા હતા. પરંતુ અમે મનથી મક્કમ હતા કે, અમારે આ ખેતી કરવી જ છે. અમને વિશ્વાસ હતો કે, આ ખેતીમાં અમે સો ટકા સફળ થાશું.

અમને વર્ષે 50 હજારથી વધુની આવક થાઈ છે: વિનુભાઈ
વિનુભાઈ એ વધુમાં જણાવ્યું હતું કે, નવ મહિનામાં આ ફ્રૂટ ના ફળ સારી રીતે તૈયાર થઈ ગયા હતા. એક વીઘા દીઠ અમને એક લાખ ને વીસ હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. જેની સામે અમને વર્ષે 50 હજારથી વધુની આવક થઈ રહે છે. હાલમાં બજારમાં એક ફુટ ની કિંમત 100 રૂપિયા થી લઈને 170 રૂપિયા સુધી ચાલી રહી છે. અમે અમારા ફળ માત્ર ગુજરાત નહીં પરંતુ બહાર પણ મોકલીએ છીએ. જાને 200 રૂપિયા થી 400 રૂપિયા સુધીની એક ફળ દીઠ આવક મળી રહે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…