એક વિઘાએ અઢી લાખની કમાણી કરવી હોય તો જુઓ ગુજરાતના ખેડુનો આ વિડીયો- દરેક ખેડૂતોને થશે સારો ફાયદો

Share post

ભારતમાં મોટા ભાગના લોકો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. જ્યારે અમુક લોકો ખેતી કરીને વર્ષે લાખોની કમાણી પણ કરી રહ્યા છે. આજે એવા જ એક ગુજરાતના સફળ ખેડૂત વિશે અમે અહીં જણાવવા જઈ રહ્યા છીએ. જસદણ તાલુકાના વેરાવળ ગામ માં વસવાટ કરતા રમેશભાઈ નાથાભાઈ રાજાણી મરચાની ખેતી કરીને વાર્ષિક બેથી અઢી લાખ રૂપિયાની આવક કરી રહ્યા છે.

રમેશભાઇ જણાવે છે કે, અમારા ખેતરમાં થતા મરચા રાજકોટ બજારમાં વેચવામાં આવી રહ્યા છે. તેઓ આગળ જણાવતા કહે છે કે, આ વર્ષે સરેરાશ એક કિલો મરચા ના ભાવ 100 રૂપિયા થી લઈને 120 રૂપિયા સુધીના મળ્યા છે. હાલમાં મરચાના ખૂબ જ ઓછા ભાવ મળી રહ્યા છે. હાલમાં દસ રૂપિયા થી 50 રૂપિયા સુધી મરચા ના ભાવ મળી રહ્યા છે. શરૂઆતના સમયમાં 1 કિલો મરચા ના ભાવ 100 રૂપિયા કે 120 રૂપિયા સુધી મળી રહેતા હતા.

રમેશભાઈએ આગળ જણાવતા કહ્યું કે, મેં આ વર્ષે જ મરચાની ખેતી કરી છે. આ પહેલા તેઓ મગફળી અને કપાસના પાક.નો પોતાના ખેતરમાં ઉત્પાદન કરતા હતા. દર વર્ષ કરતા આ વર્ષે મરચાની ખેતી કરીને તેઓને સૌથી વધુ આવક થઈ રહી છે. કપાસની ખેતીમાં એક વિઘે 20 મણ કપાસ થાય છે. કપાસની ખેતીમાં મહિને 30000ની આવક થાય છે પરંતુ તેની સામે 15000 રૂપિયાનો ખર્ચો પણ થઈ જાય છે. જેના કારણે આવક ખૂબ જ ઓછી થાય છે.

તેઓ આગળ જણાવતા કહે છે કે, મરચા ની ખેતી માં મારે આ વર્ષે 25થી 30 હજાર રૂપિયાનો ખર્ચો થયો છે. જ્યારે તેની સામે મને બેથી અઢી લાખ રૂપિયાની આવક થઈ છે. આ રીતે તમે પણ મરચાની ખેતી કરીને વાર્ષિક બેથી અઢી લાખ રૂપિયાની આવક કરી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post