આ નવા નિયમથી વચેટીયાઓ અને દલાલો વગર યાર્ડમાં ખેડૂતો વેચશે પોતાનો માલ

Share post

મધ્ય પ્રદેશની સરકાર દરેક પરિસ્થિતિમાં ખેડૂતો સાથે ખભો મેળવીને ચાલી રહી છે. કોરોના સંકટ વચ્ચે સરકારે ખેડૂતોના હિતમાં એક જબરદસ્ત નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રાઇવેટ ક્ષેત્રમાં માર્કેટ અને નવી ખરીદી કેન્દ્ર શરૂ કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે ખેડૂત ભાઈઓને તેમના પાકનું સારું મૂલ્ય અપાવવું એ જ સરકાર નું કર્તવ્ય છે અને આવું કરવાથી પ્રતિસ્પર્ધા વધશે અને ખેડૂતોને તેનો સીધો લાભ મળશે. આનાથી દલાલ અને વચેટિયાઓ થી સરકાર ખેડૂતોને બચાવશે. ખેડૂતોને પોતાનો પાક વેચવા માટે ગણા વિકલ્પો મળશે. ખેડૂત જ્યાં ધારે છે ત્યાં પોતાની સુવિધા અનુસાર પાક વેચી શકશે. આ વાત તેમણે મંત્રાલયમાં માર્કેટના નિયમોમાં સુધારા ઉપર ચર્ચા દરમિયાન કહી.

હવે મધ્યપ્રદેશના ખેડૂતોના હિતમાં માર્કેટ અધિનિયમ અને નિયમો માં કરવામાં આવેલા બદલાવથી સૌથી મહત્વપૂર્ણ પ્રાઇવેટ માર્કેટ ની સ્થાપના, ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગની પરવાનગી, સંપૂર્ણ રાજ્ય માટે એકીકૃત વ્યાપાર લાઈસન્સ, સંચાલક ને આખા પ્રદેશમાં કૃષિ વિજ્ઞાપન સંબંધિત નિયમન અને નિયંત્રણ અધિકારી તથા પ્રબંધ સંચાલક માર્કેટ બોર્ડના અધિકાર ક્ષેત્ર ફક્ત શાસકીય માર્કેટોમાં  વિકાસ ખેડૂત સુવિધા બોર્ડ વગેરે સુધી સીમિત તથા માર્કેટ ક્ષેત્રના અધિકારી માર્કેટ પ્રાંગણ સુધી ખેડૂતોના પાકને વધારે માં વધારે ભાવ અપાવવામાં મદદ કરશે.

ખેડૂતો આ વાતનો રાખે ખ્યાલ

ખેડૂતો પોતાનો પાક ઓછી કિંમત અથવા ઉધારમાં ન વેચે.

માર્કેટ સમિતિઓ માટે ખૂબ વિધિઓમાં સંશોધન દ્વારા વેપાર પત્રના માધ્યમથી વ્યાપારીઓને સીધી ખેડૂત ની ઉપજ ખરીદીની સુવિધા શરૂ કરવામાં આવી છે. તેનાથી માર્કેટમાં ભીડ ઓછી થશે અને કોરોના સંક્રમણથી બચાવે થશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post