fbpx
Tue. Oct 15th, 2019

ભાવનગરના શહીદ જવાનની અંતિમવિધિમાં ઉમટ્યું માનવ મહેરામણ- જુઓ ભાવુક વિડીયો

શહીદ જવાન ની જન્મભૂમિમાં વીર જવાનને શ્રધ્ધાંજલી અર્પતા હોર્ડિંગ્સ અને બેનર લાગ્યા, ભાવનગરથી પણ લોકો અંતિમવિધિમાં પહોંચશે, અકસ્માતમાં ઈજા થતાં આર્મીમેને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા કાનપર ગામના વીર જવાનનું માર્ગ અકસ્માતમાં થયેલી ઈજામાં મંગળવારે રાત્રે અવસાન થયું હતું. શહીદ જવાનના પાર્થિવદેહને આવતીકાલે શુક્રવારે માદરે વતન કાનપર લાવી આર્મી સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે. કારડિયા રાજપૂત સમાજના અગ્રણીઓ અને અન્ય લોકો પણ આ અંતિમવિધિમાં હાજરી આપશે.

જાણવા મળ્યા મુજબ ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના ,કાનપર ગામના વતની આર્મી મેન દિલીપસિંહ વીરસિંહ ડોડીયા ગત મંગળવારે દેશના સીમાડા જમ્મુ કાશ્મીરના અખનૂર ક્ષેત્રમાં ફરજ દરમિયાન તેમના અન્ય સાથીઓ સાથે આર્મી વાનમાં પેટ્રોલીંગ કરવા નીકળ્યા હતા.

દરમિયાનમાં વાન પલટી મારી જતાં દિલીપસિંહ ડોડીયાને નાની-મોટી ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન આર્મી જવાનનું મૃત્યુ થયું હતું. દેશ સેવા માટે ફરજમાં રહેલા આર્મીમેનનું અકસ્માતમાં અકાળે અવસાન થતાં તેમના વતન કાનપર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

ઈન્ડિયન આર્મી દ્વારા જરૂરી કાર્યવાહી કરાયા બાદ શહીદ જવાન દિલીપસિંહ ડોડીયાના પાર્થિવદેહને આજે ગુરૂવારે દિલ્હી ખાતે લવાયો હતો. જ્યાંથી રાત્રે અમદાવાદ બાદ વહેલી સવારે શહીદ જવાનને તેમના વતન ખાતે અંતિમ વિદાય આપવા કાનપર લાવવામાં આવશે. શહીદ જવાનને આર્મીના સન્માન સાથે વિદાય આપવા અન્ય જવાનો પણ સાથે જોડાશે. જ્યારે ફરજ દરમિયાન શહીદી વ્હોરનાર દિલીપસિંહ ડોડીયાને શ્રધ્ધાંજલી પાઠવવા માટે તેમની જન્મભૂમિ કાનપર ગામને પ્રવેશદ્વાર અને દરેક રસ્તાઓ પર આર્મી જવાનના ફોટા સાથેના મોટા મોટા બેનર અને હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા છે.

આવતીકાલે સવારે ૭ વાગ્યાથી અંતિમક્રિયા માટેની વિધિ શરૂ કરી દેવાશે અને સવારે ૮ કલાકે અગ્નિદાહ સાથે વીર જવાનને ગમગીન આંખો સાથે આખરી વિદાય આપવામાં આવશે. અંતિમક્રિયામાં કારડિયા રાજપૂત સમાજ ઉપરાંત અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં લોકો જોડાશે.

નોંધનિય છે કે, દિલીપસિંહ ડોડીયાની અકાળે વિદાયથી એક માસુમ દીકરીએ પિતાની છત્રછાયા તો ત્રણ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…