આર્થિક મંદી વચ્ચે પણ સાડા ત્રણ લાખમાં વેચાઈ આ ભેંસ, જાણો શું છે ખાસ વિશેષતા

Share post

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, પરંતુ આની સાથે જ ઘણીવાર એવી જાણકારી સામે આવતી હોય છે કે પશુપાલનનાં વ્યવસાયમાંથી ગામડાના લોકો લાખોની કમાણી કરી રહ્યાં હોય તેમજ ઘણીવાર દુધાળા પશુને વેચતા એનાં લાખો રૂપિયા આવ્હાયાં હોય એવી પણ ઘણી જાણકારી સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે.

દૂધાળા પશુઓમાં ભેંસને ‘ડોબું’ કહીને એની ઉપેક્ષા કરવામાં આવી છે પણ ભાભરમાં આવેલ ઉજ્જનવાડા ગામની એક ભેંસ કુલ 3.5 લાખ રૂપિયામાં વેચાતાં ડોબું  કીધે ડોબુ નથી હોતું એ કહેવત ખોડી ઠરી છે. ભાભર તાલુકામાં આવેલ ઉજ્જનવાડા ગામમાં રહેતાં રાવલ ભગવાનભાઈ મોહનભાઈની ભેંસ કુલ 3.5 લાખ રુપીતામાં વિસનગરમાં રહેતાં સંદીપભાઈ ચૌધરીએ ખરીદીને આ ભેંસને ચર્ચાનું કેન્દ્ર બનાવ્યું છે.

બન્નીની ઔલાદ એવી આ ભેંસ કુલ 33 લીટર દૂધ આપે છે. રંગ-રૂપ પર સારી દેખાતી ભેંસ કુલ 3 વાર રાજ્ય સ્તરે ઇનામ જીતેલી છે. વર્ષ 2014માં પૂર્વ CM આનંદીબહેન પટેલે રાજ્યમાં પ્રથમ સ્થાને સારી ઔલાદની ભેસ તેમજ વધારે ડુધ આપતી હોવાનું ઇનામ તરીકે એના માલિકને કુલ 25,000નો ચેક મળ્યો હતો. ત્યારબાદ વર્ષ 2016માં પણ કુલ 25,000નો ચેક મળ્યો હતો. જ્યારે બનાસ દૂધ ડેરી દ્વારા વર્ષ 2017માં કુલ 5,000 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવ્યું હતું.

આ ભેંસે કુલ 2 પાડા તેમજ કુલ 2 પાડી પણ સારી ઔલાદનાં આપ્યા છે. એનો એક પાડો ડેરીએ ખરીદી લીધો છે. ગણતરીનાં દિવસોમાં ડેરી બીજદાન કરશે. જેને લીધે આ વિસ્તારનાં સારા ઔલાદનાં પશુઓમાં વધારો થશે એવો ઉદ્દેશ ડેરીનો રહેલો છે. કુલ 3.5 લાખ રૂપિયામાં ભેંસ વેચાતા પંથકમાં રહેતાં લોકો મોં મા આંગળી નાખી ગયા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post