ફક્ત ભારતમાં જોવા મળતી ભેંસની આ જાત આપે છે 2000 લીટર દૂધ, કિંમત છે 25 લાખ રૂપિયા

Share post

ભારતમાં વિવિધ જાતોની ભેંસો એમની લાક્ષણિકતાઓને કારણે એકબીજાથી જુદી તરી આવે છે તથા આને કારણે જ એમને જે-તે જાતનાં નામથી ઓળખવામાં આવે છે. આ બધી જ પાલતુ ભેંસોની જાતો રહેલી છે.ભેસ એ એક પ્રકારનું પાલતુ પ્રાણી છે, જેનો ઉપયોગ ખાસ કરીને તો દુધ મેળવવા માટે થાય છે, ખાસ કરીને એશીયામાં એનો વ્યાપ ખુબ જ વધારે છે. એનું ગૌત્ર ગૌ વંશ છે.

દુધ આપતાં બીજા પ્રાણીની સરખામણીએ ભેંસનીં દુધ આપવાની ક્ષમતા વધુ રહેલી છે, જેથી તેનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં થાય છે. નર ભેંસને પાડો તેમજ માદાને ભેંસ કહેવામાં આવે છે. ભેંસ આછા ભુખરા રંગથી લઇને ઘાટ્ટા કાળા રંગ સુધીની જોવા મળે છે. તે દક્ષીણ અમેરિકા,  દક્ષિણ યુરોપ તેમજ ઉત્તર આફ્રિકામાં પણ જોવા મળે છે પરંતુ એની જાતીગત વિવિધતા એશીયામાં વધુ જોવા મળે છે.

મુરાહ ભેંસ ખાસ કરીને ઉત્તર ભારતમાં  હરિયાણા તેમજ દીલ્હીની આજુબાજુનાં વિસ્તારોમાં જોવાં મળી આવે છે. એનો આકાર સામાન્ય ભેંસ કરતાં થોડો લાંબો હોય છે. એનો રંગ ઘેરો કાળો પડતો હોય છે. એનું માથુ મઘ્યમ આકારનું હોય છે તથા ટુંકી ગરદન હોય છે. એનાં શીંગડા નાના તેમજ ગોળ વળાંક વાળા હોય છે . એની પુંછડી લાંબી તથા નીચેથી કાળા તેમજ સફેદ વાળ વાળી હોય છે. મુરાહ ભેંસ સંપૂર્ણ વર્ષ દરમિયાન કુલ 2,000 લીટર દુધ આપી શકે છે. જેનો ગાળો કુલ 300  દિવસ સુધીનો હોય છે.

આ ભેંસ જન્મનાં અંદાજે કુલ 44 મહિના પછી બચ્ચા આપી શકે છે તથા કુલ 453 દિવસ બાદ અન્ય બચ્ચાને જન્મ આપી શકે છે.અત્યાર સુધીમાં પ્રથમવાર કોઈએ આ ભેંસની માટે આટલી ઊંચી કિંમત ચૂકવી છે. આંધ્ર પ્રદેશમાં આવેલ હનુમાન જંક્શન ગામનાં સરપંચે ‘લક્ષ્મી’ નામની આ ભેંસ માટે કુલ 25 લાખ રૂપિયા ચૂકવ્યા છે. હરિયાણામાં આવેલ સિંધવા ગામમાં રહેતા કપૂર સિંહ નામનાં ખેડૂત આ ભેંસનાં માલિક હતાં. આટલી ઊંચી કિંમતે વેચાવાનું કારણ એ છે કે, આ જાતિની ભેંસોને ખુબ જ ઉચ્ચ ગુણવત્તાની માનવામાં આવે છે. આ ભેસ રોજ કુલ 30-32 લિટર દૂધ આપે છે. મુરાહ જાતિની આ ભેંસ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post