આ વિડીયો જોઈને તમે પણ ક્હેશો કે ‘અક્કલ કરતાં પણ ભેંસ મોટી’ -ભેંસે પાણી પીવા એવું કર્યું કે…

સોશિયલ મીડિયામાં અવારનવાર આપણને વિશ્વાસ ન થાય એવાં વિડીયો અથવા તો ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. આજકાલ તો સોશિયલ મીડિયાના સમયમાં કોઈપણ વસ્તુ, મજેદાર અથવા તો પ્રેરણાદાયક વીડિયો ખુબ ઝડપથી ઇન્ટરનેટ પર વાયરલ થઈ જતાં હોય છે.
લોકો પોતાના મિત્રો, સંબંધીઓ તેમજ પરિચિતોને પણ ઘણીવાર વાયરલ વીડિયો મોકલતા રહેતાં હોય છે. એમાંથી ઘણાં વીડિયો ઘણા ફની હોય છે. આની સાથે જ ઘણાં વીડિયોને તો જોઈ આશ્ચર્યમાં મૂકાઈ જવાય છે તેમજ કેટલાક વીડિયો તો ઘણી માન્યતાઓને પણ ખોટી પુરવાર કરી દેતાં હોય છે. અક્કલ મોટી કે ભેંસ ? તમે ઘણીવાર આ કહેવત સાંભળી જ હશે.
જ્યારે કોઈપણ વ્યક્તિ ધડ માથા વગરની વાત કરે તો ઘણીવાર આવું કહેવામાં આવતું હોય છે કે, અક્કલ મોટી કે ભેંસ એટલે કે બુદ્ધિમતાની સરખામણી મજબૂતી તથા શક્તિની સાથે કરવામાં આવે છે પરંતુ હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર એવો વાયરલ થયો છે કે, એને જોઈને આપને એ તો આસાનીથી સમજાઈ જશે કે ભેંસની પાસે પણ અક્કલ હોય છે.
ભેંસે શિંગડાથી ચલાવ્યો હેન્ડપમ્પ :
આ વીડિયોમાં ઘણી ભેંસ ઘાસ ચરી રહી છે. એમાંથી એક ભેંસને ખૂબ જ તરસ લાગે છે પણ આજુબાજુ પાણી ન હોવાને લીધે ભેંસ પોતાના શિંગડાથી હેન્ડપમ્પનું હેન્ડલ ચલાવે છે તથા પાણીથી પોતાની તરસ છીપાવે છે. ઘણાં લોકોએ ભેંસનો આ વીડિયો લાઇક કર્યો છે. આની સાથે જ હજારો લોકોએ એની પર કોમેન્ટ પણ કરી છે
વીડિયો પર કોમેન્ટ કરતાં એક યૂઝરે જણાવ્યું છે કે, મનુષ્યની અકકલ તો વીડિયો બનાવવામાં લાગી છે જેથી પ્રાણીઓએ પોતાની અક્કલનો ઉપયોગ કરવો પડે છે નહીં તો તરસ્યા મરી જતાં હોય છે. બીજા એક યૂઝરે કોમેન્ટ કરી છે કે, ભેંસ જ મોટી હોય છે, મનુષ્યની અક્કલ જ્યારે ઘાસ ચરે છે તો મહારથી પણ ફેલ થઈ જાય છે. ભગવાને આ નિયમ બનાવ્યો છે. અન્ય વ્યક્તિએ લખ્યું છે કે, આવશ્યક્તા જ આવિષ્કારની જનની હોય છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…