બજેટ 2020: બજેટને મળ્યું અંતિમ રૂપ, ખેડૂતો માટે હોઈ શકે છે ખાસ

દરેકને બજેટ 2020-21ની રાહ છે. તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ બજેટને અંતિમ રૂપ આપનારી વિધિ પૂરી થઈ ચૂકી છે. દિલ્હીના નોર્થ બ્લોકમાં આવેલ નાણા મંત્રાલયમાં નો કાર્યક્રમ પૂરો થઇ ચૂક્યો છે. એનો મતલબ એવો છે કે બજેટને રજૂ કરવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.
આવતા મહિને 1 ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટ માટે સોમવારથી તેના ડોક્યુમેન્ટ નું છાપકામ શરૂ થઈ ગયું છે. આ દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણ પર હાજર રહ્યા હતા અને કેન્દ્રીય બજેટ 2020-21 ના સંબંધિત દસ્તાવેજો ની છાપણી ને લીલી ઝંડી નો સંકેત પણ આપી દીધો છે. હવે જાણવાનું રહેશે કે દેશમાં ખેડૂતોની આવક ને ડબલ કરવાની વાત કરવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે આવનાર બજેટમાં અન્નદાતા ઓ માટે સરકાર શું ખાસ આપશે.
મંત્રાલયમાં હલવો બનાવવાની શું છે કહાની?
તમને જણાવી દઈએ કે નાણા મંત્રાલયમાં એક મોટી કઢાઈમાં હલવો બનાવવાની વિધિ છે. હલવો બનાવ્યા બાદ નાણાં મંત્રી અને અન્ય લોકોની હાજરીમાં તેને વહેંચવામાં આવે છે.આની પાછળનો કોન્સેપ્ટ એ છે કે જે રીતે ભારતમાં કોઈ શુભ કાર્ય કરતા પહેલા સારા પરિણામ માટે મોઢું મીઠું કરાવવામાં આવે છે, તે જ રીતે અહિયાં નાણા મંત્રાલયમાં પણ આ હલવાની વિધિ રાખવામાં આવે છે. જેનાથી બજેટ નો શુભારંભ કરવામાં આવે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…