બોટાદના નણંદ ભોજાઈ સાથે એવી કરુણ ઘટના સર્જાઈ કે, આખા ગામમાં છવાઈ ગયો શોકનો માહોલ

Share post

ગુજરાતમાં કોરોનાની સાથે જ અકસ્માતની સંખ્યામાં પણ સતત વધારો જ થઈ રહ્યો છે. મોટાભાગનાં અકસ્માત તો માર્ગ પર જ સર્જાતાં હોય છે. કેટલીકવાર તો એવાં ભયંકર અકસ્માત સર્જાતા હોય છે કે, પરિવારજનોને પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવતો હોય છે. હાલમાં પણ અકસ્માતની આવી જ એક ઘટના સામે આવી રહી છે.

અકસ્માતની કરૂણ ઘટના અંગે મળી રહેલ જાણકારી મુજબ ગુજરાતનાં બોટાદ તાલુકાના મોટા જીંજાવદર ગામમાં રહેતા મનજીભાઈ ડાયાભાઈ ગોટીની કુલ 2 દીકરી હતી. યોગીતાબેન જેની ઉંમર 24 વર્ષ તથા રૂષિતાબેનની ઉંમર 23 વર્ષ હતી. આની સાથે જ એમના દિકરા વિજયભાઈનાં પત્ની ટીનાબેનની ઉંમર માત્ર 25 વર્ષ હતી. સોમવારે સવારે એક્ટીવા નં.GJ-05-LA-8697 લઈને બોટાદ ઘરની ચીજવસ્તુની ખરીદી કરવા માટે તેમજ ટીનાબેનના ડ્રાઈવિંગ લાયસન્સની ટેસ્ટ આપવા માટે આવી રહ્યા હતા.

બોટાદ પાસે પહોંચતા એક્ટીવા તથા અલ્ટો કારની વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો તેમજ એમાં નણંદ અને ભોજાઈનું કરૂણ મોત નીપજ્યું હતું તેમજ એક યુવતી પણ ઈજાગ્રસ્ત થઇ હતી. સોમવારે સવારે 10:30 વાગ્યે બોટાદથી કુલ 2 કીમિ દૂર બોટાદ બાજુ આવી રહેલ અલ્ટો કાર નં. GJ-36.E-5268 ના ચાલકે એક્ટીવાની સાથે ગંભીર અકસ્માત સર્જતા ત્રણેય નણંદ-ભોજાઈ ઈજાગ્રસ્ત થયા હતા.

જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવતા યોગીતાબેન ગોટીનું બોટાદમાં આવેલ સોનાવાલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આની સાથે જ એમના ભાભી ટીનાબેનની હાલત ગંભીર હોવાથી એમને ભાવનગર સારવાર અર્થે લઈ જતી વખતે રસ્તામાં જ તેઓ મૃત્યું પામ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આની ઉપરાંત અકસ્માતની ઘટનામાં નણંદ-ભોજાઈના મોત થતાં પટેલ પરિવાર તથા મોટા સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘટનાને પગલે ઈજાગ્રસ્ત રૂષિતાબેને અલ્ટો કાર નં.GJ-36.E-5268 ના ચાલક મહેન્દ્રસિંહ ચંદ્રસિંહ પરમાર જે મોરબી નિવાસી હતા એમની વિરુદ્ધ બોટાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post