ખેડૂતોના સમર્થનમાં સલમાન ખાને બધું જ છોડી ખેતી કરવાનું શરુ કર્યું? જાણો શું છે હકીકત
હાલમાં બોલીવુડનાં પ્રખ્યાત અભિનેતા સલમાન ખાનને લઈ એક જાણકારી સામે આવી રહી છે. કોરોનાની મહામારી દરમિયાન અનેક લોકોને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. સલમાન ખાને કોરોનાકાળ દરમિયાન ખેતી કરવાનો નવો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. સલમાન ખાન ખુબ લાંબા સમય સુધી પનવેલમાં આવેલ ફાર્મહાઉસમાં રહેતો હતો. આ સમય દરમિયાન સલમાન ખાને ખેતીવાડી પણ કરી હતી. હાલમાં જ સલમાન ખાન પાવડાથી કામ કરતો હોય તેવી તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરી હતી.
સલમાન ખાને કરી ખેતી :
સલમાન ખાને સોશિયલ મીડિયામાં તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં સલમાન ખાન પાવડાથી માટી ખોદતો જોવા મળ્યો હતો. સલમાને તસવીર શૅર કરીને કેપ્શનમાં ‘ધરતી માતા’ લખ્યું હતું. સલમાનની આ તસવીરને ‘ખેડૂત આંદોલન’ સાથે કોઈ સંબંધ છે કે નહીં એ તો ખ્યાલ આવતો નથી. જો કે, યુઝર્સે આ તસવીર પર વિવિધ પ્રકારની કમેન્ટ્સ કરી હતી. સલમાન ખાને લૉકડાઉન વખતે પોતાની બૉડી પર ખાસ્સું કામ કર્યું છે.
હાલમાં ‘અંતિમ’ ફિલ્મનો ફર્સ્ટ લુક શૅર કર્યો :
સલમાન ખાનના જીજાજી આયુષ શર્માએ હાલમાં જ ફિલ્મ ‘અંતિમ’નો વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં સલમાન ખાન ગ્રે પેન્ટ, નેવી બ્લૂ શર્ટ, પાઘડી અને સનગ્લાસમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મને મહેશ માંજરેકર ડિરેક્ટ કરશે. ફિલ્મમાં આયુષ ગેંગસ્ટરના રોલમાં અને સલમાન પોલીસની ભૂમિકા ભજવતો જોવા મળશે.
View this post on Instagram
સલમાન ખાને હાલમાં જ ફિલ્મ ‘રાધે’નું શૂટિંગ પૂરૂ કર્યું હતું. સલમાન ખાન છેલ્લે ‘ભારત’માં કેટરીના કૈફ સાથે જોવા મળ્યો હતો. સલમાન ખાન ‘કિક 2’નું શૂટિંગ કરવાનો હતો પણ કોરોનાને લીધે આ ફિલ્મનું શૂટિંગ હવે થોડું મોડું શરૂ થશે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…