ગુજરાતમાં સૌપ્રથમવાર બોચાસણના આ ખેડૂત ભાઈએ શરુ કરી તુલસીની ખેતી, હાલ એટલી સફળતા મળી છે કે…

Share post

હાલમાં ખેડૂતો ખેતીમાંથી સારી એવી કમાણી કરી રહ્યાં છે. અનેકવાર ગુજરાતમાંથી સફળ ખેડૂતોની કહાની સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી રાજ્યમાં આવેલ આણંદ જીલ્લામાંથી આવી જ એક જાણકારી સામે આવી રહી છે.ચરોતર પ્રદેશ રાજ્યમાં હરિયાળી તથા શ્વેત ક્રાંતિ અંગે દુનિયામાં પોતાની આગવી ઓળખ ધરાવે છે.

ખેતીમાં સતત અવનવા  પ્રયોગો કરીને પોતાની કોઠાસૂઝથી  સફળ ખેતી કરતાં ચરોતરનાં ખેડૂતોએ ફળફળાદિ, લીલાં શાકભાજી, કઠોળ તથા ખરીફ પાકોની સાથે હવે ઔષધીય ગુણ ધરાવતી ખેતી બાજુ પણ પગલા ભર્યા છે. આણંદ જિલ્લામાં આવેલ બોચાસણ ગામમાં રાજ્યમાં સૌપ્રથમવાર કરવામાં આવેલ તુલસીની ખેતી દ્વારા ખેડૂત ભુપેન્દ્રભાઈ કાંતિભાઈ પરમારે એક નવી પહેલ કરી છે.

કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર વિના ફક્ત ઓર્ગેનીક પધ્ધતિથી તુલસીની ખેતી કરવામાં આવી રહી છે. આયુર્વેદિક દવામાં આ ઔષધીનો મોટા પ્રમાણમાં ઉપીયોગ થવાથી તુલસીના પાન તથા બીજ તેમજ સાંઠની મોટાપાયે જરૂર રહેતી હોય છે. ટ્વિમ છતાં પણ આજદિન સુધી રાજ્યમાં તુલસીનાં પાકનું વાવેતર અથવા તો ઉત્પાદન નોંધાયું નથી.

જેને લીધે આયુર્વેદિક ઔષધિ બનાવતી કંપનીઓ તુલસીની આયાત  ઉચા ભાવ આપીને બીજા રાજ્યમાંથી કરે છે. બોચાસણ ગામના ખેડૂતે પ્રાયોગિક ધોરણે તુલસીનું વાવેતર કરીને ઉત્પાદન મેળવવાની શરૂઆત કરી છે. જેને લીધે ઔષધીય ઉત્પાદનની સાથે સંબંધિત એકમો માટે આસાનીથી તુલસી ઉપલબ્ધ થવાની સાથે જ ખેડૂતવર્ગને પણ ખુબ આર્થિક લાભ થાય એવી શક્યતાઓ સેવાઇ રહી છે.

ઓછો ખર્ચ મબલખ આવક સાચવણીની જરૂર નહી :
તુલસીના પાક સંદર્ભે ખેડૂત ભૂપેન્દ્રભાઈનાં જણાવ્યા  પ્રમાણે માત્ર 1 એકરમાં કુલ 1,20,000 રૂપિયાની આવક મેળવી રહ્યાં છે. તુલસીના પાકમાં કોઈપણ જાતનું પેસ્ટીસાઈઝની જરૂર રહેતી નથી. આ પાકનું એક વખત વાવેતર કર્યા પછી કુલ 5 વર્ષ સુધી ઉત્પાદન મળતું રહે છે તથા વધારે પડતો વરસાદ અથવા તો માવઠા જેવી કોઈ પણ સ્થિતિમાં કોઈ નુકસાન થતું નથી. આની સાથે જ કોઈપણ વન્ય જીવ પાકને નુકસાન પહોંચાડી શકતા નથી. એકંદરે તુલસીના પાકમાં ખર્ચ પણ ખુબ ઓછો આવે છે. પાકમાં ભેલાણ પણ થતું નથી જ્યારે આવકનું પ્રમાણ ખૂબ ઉંચુ રહે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post