કાળા ઘઉંની ખેતીએ બદલ્યું ખેડૂતનું જીવન, કમાઈ રહ્યા છે લાખો રૂપિયા

Share post

આમ જોવા જઈએ તો ખેડૂત પોતાની પરંપરાગત ખેતી કરવામાં વિશ્વાસ રાખે છે, પરંતુ મધ્યપ્રદેશના એક ખેડૂતે પરંપરાગત ખેતીની જગ્યાએ કંઇક નવી ખેતી જ કરી. ત્યારબાદ તેનું ભાગ્ય બદલાઈ ગયું.  હવે તેને પાકના ચાર ગણા રૂપિયા મળી રહ્યા છે.

મધ્યપ્રદેશના ધાર જિલ્લા સિરસૌદા ગામના ખેડૂત વિનોદ ચૌહાણએ પોતાની 20 વીઘા જમીનમાં કાળા ઘઉં ની ખેતી કરી હતી. જ્યારે પાક આવ્યો તો તેના ખુશીઓનો પાર ન રહ્યો કારણ કે વિનોદ પાસે ખૂબ દુર્લભ ગણવામાં આવતા કાળા ઘઉં ને ખરીદનાર લોકોને બહાર રાજ્યોમાંથી ડિમાન્ડ આવી રહી હતી. સિરસૌદાનો આ ખેડૂત આ દિવસોમાં ન ફક્ત ઉત્સાહિત છે પરંતુ તેણે કાળા ઘઉં ની ખેતી અન્ય ખેડૂતો પણ કરે તેના માટે પ્રેરણા પણ આપી રહ્યો છે.

હકીકતમાં વિનોદ ચૌહાણ એ પોતાની ૨૦ વિઘા જમીનમાં પાંચ ક્વિન્ટલ બિયારણ વાવ્યું હતું, જેનાથી 200 ક્વિન્ટલ કાળા ઘઉં ની પેદાશ થઈ. આ રીતે તેને સાધારણ ઘઉંની બદલે ચાર ગણો ફાયદો થયો. આ ઘઉં સામાન્યથી ખૂબ વધારે પૌષ્ટિક છે અને બીમારી સામે લડવામાં મદદરૂપ થાય છે. તેમાં આયરનની માત્રા પણ વધારે હોય છે.

આ વિષે વિનોદ ચૌહાણે જણાવ્યું કે વીઘા જમીનમાં ૨૫,૦૦૦ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જો હું સામાન્ય ઘઉંનું વાવેતર કરેત તો મારે 25 હજાર રૂપિયાથી ઓછો ખર્ચો લાગેત. અને આમાં 25000 થી પણ વધારે કિંમત લાગી. તેમાં ઔષધીય ગુણોની માત્ર ખૂબ વધારે છે. આ કેન્સર, બ્લડપ્રેશર, મોટાપો, સુગર વાળા દર્દીઓ માટે ખૂબ સારા ઘઉં છે.

વિનોદ જણાવ્યું કે હવે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા ફોન આવી રહ્યા છે. તેનો ખૂબ પ્રમાણમાં પ્રચાર પ્રસાર થયો છે અને ઓછામાં ઓછા ૧૨ રાજ્યો માંથી ફોન આવી રહ્યા છે, ત્યાંના ખેડૂતો તેના વાવેતર માટે ઇચ્છુક છે.

આ ઘઉંની કિંમતની વાત કરીએ તો આ ઘઉંને સાતથી આઠ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ માં સહેલાઈથી વેચી શકાય છે, જ્યારે સાધારણ ઘઉંનો ભાવ 2000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હોય છે. આ રીતે સામાન્ય ઘઉંની બદલે કાળા ઘઉં ચાર ગણી વધારે કિંમતમાં વેચાઈ રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…