ભાજપ મુક્ત ભારત: હવે દેશના કયા રાજ્ય માંથી ભાજપનો ભગવો રંગ દુર થશે?

દિલ્હીની સાથે ભાજપના નેતૃત્વવાળું રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) ગયેલા બે વર્ષમાં 6 જેટલા રાજ્યોમાં સત્તા ખોઈ બેઠું છે. ગઈ વખતે દિલ્હીમાં ફક્ત 3 સીટ જીતેલી ભાજપને આ ચુંટણીમાં સારા પ્રદર્શનની અપેક્ષા હતી, પણ ચુંટણીના પરિણામો જોઇને લાગી રહ્યું છે કે તેમના આ વિચાર પણ સંપૂર્ણ પાણી ફરી ગયું છે.
દિલ્હી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી 48 સીટ જીતવાના આશાવાદ સાથે સત્તામાં ફરી એક વાર વાપસી કરવાનું છેલ્લી ક્ષણ સુધી ભૂલ્યા નથી. પણ હવે દિલ્હીમાં ભાજપની સત્તાની આશા અને ઉમ્મીદ પર પાણી ફરી વળ્યું છે. ભાજપ માટે દેશનો રાજકીય નકશો હવે બદલાતો દેખાઈ છે. દિલ્હી સહિત 12 રાજ્યોમાં હજૂ પણ ભાજપ વિરોધી સરકાર સત્તામાં બેઠી છે. એનડીએની 16 રાજ્યોમાં સરકાર છે, આ રાજ્યોમાં દેશની લગભગ 42 વસ્તી વસે છે.
કોંગ્રેસ પાર્ટી પોતાના જોરે અથવા તો ગઠબંધનમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઠ, પંજાબ, પુડુચેરીમાં સત્તા પર છે. ડિસેમ્બરમાં થયેલી ચૂંટણીમાં ઝારખંડમાં સરકાર બન્યા બાદ કોંગ્રેસની 7 રાજ્યોમાં સરકાર છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી સતત ત્રણ વખત હેટ્રીક મારી છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી, કેરલમાં માકપા, આંધ્રપ્રદેશમાં વાયએસઆર કોંગ્રેસ, ઓડિશામાં બીજદ અને તેલંગણામાં ટીઆરએસ સત્તામાં છે. બીજી બાજુ તમિલનાડૂની વાત કરીએ તો, ત્યાં ભાજપે અન્નામુદ્રક સાથે લોકસભામાં ગઠબંધન તો કર્યું હતું પણ રાજ્યમાં એક પણ ધારાસભ્યને જીતાવી શક્યા નહીં, એટલા માટે તમિલનાડૂમાં પણ સત્તામાંથી બહાર ફેંકાઈ ગયું છે.
ડિસેમ્બર 2017માં એનડીએ સારી હાલતમાં હતું. ભાજપ અથવા તો તેમની સહયોગી પાર્ટી પાસે 19 રાજ્યો હતા. બાદમા ભાજપ ત્રણ રાજ્યોમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઠમાં સત્તા ખોઈ બેઠુ, અહીં હવે કોંગ્રેસની સરકાર છે. ચોથું રાજ્ય આંધ્ર પ્રદેશ છે. જ્યાં ભાજપ-તેદેપા ગઠબંધન સરકાર બની હતી. માર્ચ 2018માં તેદેપાએ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું.
વર્ષ 2019માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં આંધ્ર પ્રદેશમાં વાઈએસઆર કોંગ્રેસે સરકાર બનાવી. પાંચમું રાજ્ય મહારાષ્ટ્ર છે. જ્યાં ચૂંટણી બાદ શિવસેના એનડીએમાંથી હટી જતાં કોંગ્રેસ અને એનસીપી સાથે મળી શિવસેનાએ સરકાર બનાવી છે. હવે દિલ્હીએ ફરી એક વાર ભાજપને નિરાસ કર્યું છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…