ખેડૂતો પાણી- વીજળી ચોર કહેનારા ભાજપના નેતા જ હવે વીજ ચોરી કરતા રંગે હાથે ઝડપાયા- ક્લિક કરી વાચો

Share post

મંગળવારે વલસાડ અને નવસારી જિલ્લામાં વીજ કંપનીની વિજિલન્સની 36 ટીમ અને સ્થાનિકની 25 ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.  વલસાડ અને નવસારી જિલ્લામાં તપાસ હાથ ધરી કુલ 2500 વીજ જોડાણ ચેક કરતા 91 માં વીજ ચોરી ઝડપાઇ હતી. જેઓ પાસેથી કુલ 17 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લાના કપારાડ તાલુકા ભાજપના પ્રમુખ અને જિલ્લા પંચાયતના આરોગ્ય ચેરમેન ગુલાબ રાઉત વીજ ચોરી કરતતાં ઝડપાયા છે. જેમાં ગુલાબ રાઉત ખુટલી ગીમમાં આવેલા નવિન મકાનમાં વીજચોરી કરતાં હતા. વિજિલન્સે 14 હજારનો દંડ ફટકાર્યો હતો.

વલસાડ જિલ્લામાં કપરાડા, વાપી તાલુકામાં વિજિલન્સની ટીમે 813 વીજ જોડાણ ચેક કર્યા હતા. જેમાં 68માં ગેરરીતી ઝડપાઇ હતી. જે પૈકી વલસાડ તાલુકા ભાજપ પ્રમુખ અને જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન ગુલાબ રાઉતનું 2 HP મોટરનું ગેરકાયદે કનેશન ઝડપાતા તેમની પાસેથી વિજિલન્સે 14 હજારનો દંડ વસુલ્યો હતો. બુધવારે સાંજ સુધીમાં 2500થી વધારે વીજ જોડાણ ચેક કરીને 106 લોકોને વીજ ચોરી કરતા ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી કુલ 17 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં વીજ કંપની દ્વારા હજુ કડક ચેકિંગ કરીને વીજ ચોરી કરતા લોકોને ઝડપીને દંડ વસુલવામાં આવશે.

19 ગેરકાયદે ચાલતા કનેકશનો ઝડપાયા

દક્ષિણ ગુજરાતમાં વીજ ચોરી અટકાવવા સર્વેલન્સની ટીમ અને સ્થાનિક ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું. વલસાડ અને નવસારી જિલ્લામાં 2500 જેટલા વીજ કનેક્શનો ચેક કરીને 19 જેટલા ગેરકાયદે ચાલતા કનેક્શનો ઝડપી પાડ્યા હતા. જેમાં કપરાડામાં ગુલાબ રાઉતને ત્યાં ચેક કરતા 2 HPની મોટરનું કનેશનની વીજ ચોરી કરતા ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી રૂ.14 હજારનો સ્થળ ઉપર દંડ વસુલવામાં આવ્યો હતો.


Share post