મુખ્યમંત્રી ‘વિજય’ દિલ્હીમા જ્યાં જ્યાં પ્રચાર કરવા ગયા ત્યાં ભાજપનો ‘પરાજય’

Share post

હાલ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. ભારતીય જનતા પાર્ટીને મોટી હારનો સામનો કરવો પડી રહ્યો છે. આપના સાંસદ સંજય સિંહે આમ આદમી પાર્ટીના વિજયને સમગ્ર હિન્દુસ્તાનનો વિજય ગણાવ્યો. સંજય સિંહે જણાવ્યું કે દિલ્હીના પ્રજાજનોએ આજે સાબિત કરી દીધું છે કે દિલ્હીના 2 કરોડ લોકોના પરિવારનો પુત્ર અરવિંદ કેજરીવાલ છે અને તેને કોઇ હરાવી શકે તેમ નથી. દિલ્હીના લોકોએ બતાવી દીધું કે તેમના પુત્ર સામે અમિત શાહ અને સમગ્ર કેબિનેટ, 300 સાંસદો, 5 મુખ્યપ્રધાનો તમામ તાકાત, પૈસા અને નફરત લગાવી દીધી. પરંતુ દિલ્હીની પ્રજાએ પોતાના દીકરાને પ્રચંડ બહુમતિ આપી છે.

તમને જણાવી દઈએ કે દિલ્હી ચુંટણીનો પ્રચાર કરવા ઘણા રાજ્યના મુખ્યમંત્રીઓ પણ સામેલ થયા હતા. તેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ હતા. જયારે વિજય રુપાણી દિલ્હીની ચુંટણી પ્રચાર કરવા ગયા ત્યારે ઘણા લોકોએ ટીકા પણ કરી હતી. દિલ્હીમાં વિજય રુપાણી જે-જે વિધાનસભામાં ગયા છે, ત્યાના પરિણામો ખુબ નબળા આવ્યા છે, એમ કહીએ કે જ્યાં-જ્યાં રુપાણી ભાજપનો પ્રચાર કરવા ગયા છે ત્યાં-ત્યાં ભાજપની હાર જ થઇ છે.

વિજય રુપાણી દિલ્હીની લગભગ 7 જેટલી વિધાનસભામાં ભાજપનો પ્રચાર કરવા માટે પહોચ્યા હતા. રુપાણીને એમ હતું કે અહિયાં ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાશે. પણ હાલ આવેલી ચુંટણીના પરિણામ જોતા માલુમ પડ્યું કે રુપાણી જે-જે જગ્યા પર ગયા હતા, તેમાંથી એક બેઠકને બાદ કરતા તમામ જગ્યાએથી ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. સાત માંથી ફક્ત એક વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની જીત થઇ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post