બગડેલા શાકભાજીથી સુરત કરી રહ્યું છે લાખોની કમાણી, કર્યો આ નવતર પ્રયોગ- જુઓ વિડીયો

Share post

સુરતના ખેતીવાડી બજારે સડેલા શાકભાજીના ઉપયોગ માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ખેતબજાર હોવાથી સ્વાભાવિક રીતે માર્કેટમાં સડેલા શાકભાજીનો અઢળક કચરો નીકળતો હોય છે. એવામાં વેસ્ટમાંથી બેસ્ટની નીતિના ધોરણે માર્કેટમાં આ સડેલા શાકભાજીમાંથી ગેસનું ઉત્પાદન કરીને તેને ગેસ કંપનીને આપવામાં આવે છે. શાકભાજી માર્કેટમાંથી નીકળતા ઓર્ગેનિક કચરામાંથી ગેસ બનાવીને સુરતની APMC લાખોની કમાણી કરી રહી છે. એક નવીન પ્રયોગ હેઠળ સુરતમાં ખરાબ શાકભાજીમાંથી ગેસ બનાવી ગુજરાત ગેસ કંપનીને સપ્લાય કરવામાં આવે છે. આ પ્રયોગ સાથે પ્રદુષણથી મુક્તિ સાથે કચરાથી પણ મુક્તિ મળી રહી છે. જેનાથી માર્કેટને લાખોની આવક થઇ રહી છે.

સુરત APMC વનસ્પતિ બજારમાંથી બહાર આવતા કાર્બનિક કચરામાંથી ગેસ બનાવીને લાખોની કમાણી કરી રહી છે. સુરત APMC નબળા ફળ અને શાકભાજીમાંથી ગેસ બનાવે છે અને ગુજરાત ગેસ કંપનીને સપ્લાય કરે છે. આનાથી તેમને કરોડો રૂપિયાની આવક થાય છે.

બાયોગેસ દરેક એવી વસ્તુથી બને છે જે સડી શકે છે, ભેલ તે પછી કિચન વેસ્ટ હોય કે પછી ઝાડના પાંદડા હોય…કાર્બનિક કચરાથી આ સરળતાથી બની શકે છે. કંપોસ્ટિંગથી ગેસ હવામાં જાય છે જ્યારે બાયોગેસથી એ વ્યર્થ જતી ગેસનો ઉપયોગ માનવ ઉપયોગ માટે કરી શકાય છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ટ્વીટ કરી માહિતી આપી કે, સુરત એપીએમસી ખરાબ શાકભાજીમાંથી ગેસ બનાવતી દેશની પહેલી APMC છે. કૃષિ ઉત્પાદન બજાર સમિતિને ગેસથી લાખો રૂપિયાની કમાણી થઈ રહી છે. દરરોજ 40થી 50 ટન ખરાબ શાકભાજી અને ફળથી ગેસ બને છે.

APMC ગુજરાત ગેસને દૈનિક ધોરણે 5,100 scm બાયો અને CNGનું વેચાણ કરે છે. આ માટે સુરત એપીએમસી અને ગુજરાત ગેસ કંપની વચ્ચે સમજૂતી થઈ છે. જે હેઠળ ઇન્ટરનેશનલ માર્કેટની કિંમતો પર ગેસનું વેચાણ થાય છે. મીડિયા રિપોર્ટ મુજબ આ પ્લાન હેઠળ દૈનિક ધોરણે 50 ટન વેસ્ટ પ્રોસેસ અને 1000 cm ગેસનું ઉત્પાદન કરવામાં આવે છે.

સુરતનાં આ નવતર પ્રયોગનાં કેન્દ્ર સરકારે પણ વખાણ કર્યા છે. એવામાં સુરતની APMC દેશની પહેલી એવી APMC છે જે સડેલા શાકભાજીમાંથી CNG ગેસ બનાવે છે. આ ગેસથી માર્કેટ લાકાહો રૂપિયાની કમાણી કરે છે. દરરોજ 40થી 50 ટન સડેલા શાકભાજીમાંથી ગેસ બનાવવામાં આવી રહી છે. માર્કેટ અને ગુજરાત ગેસ કંપની વચ્ચે કરાર કરવામાં આવ્યો છે જે હેઠળ આંતરરાષ્ટ્રીય બજારોમાં ગેસનું વેચાણ કરવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post