આ રાજ્યોમાં મેઘરાજાએ કર્યું તાંડવ- વીજળી ત્રાટકતાં ખેડૂતો સહીત 111 લોકોના મોત

બિહારમાં મેઘરાજાએ વરસાદનો તાંડવ મચાવ્યો છે. બિહાર રાજ્યમાં ચોમાસાએ શરૂઆતમાં જ તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું છે. ટોટલ 23 જિલ્લામાં વીજળી ત્રાટકતા 83 લોકોનાં મોત નીપજ્યા છે. ધોધમાર વરસાદ અને નદીઓમાં આવેલા ઘોડાપૂરે ભારે વિનાશ વેર્યો છે. ખેતરોમાં કામ કરતા ખેડૂતો પર વીજળી ત્રાટકતા કેટલાક લોકો સ્થળ પર જ ભડથું થઈ ગયા હતા જ્યારે દાઝી જનારા કેટલાકનાં હોસ્પિટલમાં મોત થયા હતા. કેટલાય ખેડૂતો ખેતરમાં કામ કરી રહ્યા હતા અને વીજળી પાડતા તેઓના મોત થયા હતા. તોફાની પવન અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદને કારણે રાજ્યનાં 12 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
ઉત્તર ભારતમાં દિલ્હી અને એનસીઆર સહિત ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, કાશ્મીર, લદાખમાં ખાસું ચોમાસું પહોંચી ગયું છે, અને કાળો તુર થઈને વરસવાનું ચાલુ કર્યું છે. ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ અને વીજળીને કારણે 24નાં મોત નીપજ્ય છે, જ્યારે આસામ રાજ્યમાં સાંબેલાધાર વરસાદ અને ભારે પૂરને કારણે 14 થી વધુનાં મોત નીપજ્ય છે અને 60,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે. ઝારખંડ રાજ્યમાં 4 લોકોના વીજળીને કારણે મોત નીપજ્ય હતા. રાજસ્થાન રાજ્યમાં પણ ચોમાસું એક દિવસ વહેલું શરૂ થયું હતું. અને રાજ્યનાં 27 જેટલા જિલ્લામાં વરસાદ વરસ્યો હતો.
બિહાર રાજ્યના ગોપાલગંજ, સિવાન, મધુબની, મોતિહારી, દરભંગા, પૂર્વ ચંપારણ્ય, ભાગલપુર, ખડગિયા, સમસ્તીપુર, કિશનગંજ, સીતામઢી, સારણ, મધેપૂરા સહિત આ તમામ 23 જેટલા જિલ્લાઓમાં આકાશી વીજળી લોકો પર કાળ બનીને ત્રાટકી હતી જેમાં કેટલાય ખેડૂતોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા જ્યારે કેટલાક ગંભીર રીતે દાઝી ગયા પછી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં મોટાભાગનાં ખેડૂતો અને તેમના પરિવારનાં સભ્યો હતા. વીજળી પડવાથી દાઝી ગયેલા અનેકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સિવાનનાં ભગવાનપુર અને અરૂઆ ગામમાં વીજળી પડવાથી મકાનો પડી ગયા હતા.ગોપાલગંજમાં વીજળીથી ૧૩નાં મોત થયા છે અને ૧૨ ગંભીર રીતે દાઝી ગયા છે. બિહારમાં મૃતકોના પરિવારને 4-4 લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે.
આસામ રાજ્યનાકુલ 7 જિલ્લાઓમાં બ્રહ્મપુત્ર અને તેની પેટા શાખાઓમાં આવેલા વિનાશક પૂરને કારણે 35થી વધુ લોકોના મોત થયા છે, સાથે-સાથે 60,000 થી વધુ લોકો પ્રભાવિત થયા છે. જમીન ધસી પડવાથી પણ 21 લોકોનાં અને પૂરમાં તણાઈ જવાથી 14 નાં મોત થયા છે. ઘેમાજી, લખીમપુર, જોરહટ, માજુલી, શિવસાગર, દિબ્રુગઢ, તિનસુકિયામાં પૂરને કારણે 180 ગામોમાં જળબંબાકાર સર્જાયો છે. 53,00 હેકટરથી વધુ જમીન પરનો ઊભો પાક ધોવાઈ ગયો છે. તિનસુકિયા જિલ્લાનાં બાગઝાન અને ડૂમોડોમા નજીક એક પુલ પૂરમાં તણાઈ ગયો છે. જોરહટ, સોનિતપુર, શિવસાગર જિલ્લામાં બ્રહ્મપુત્ર નદીની પેટા શાખાઓ ભયજનક સપાટીએ વહી રહી છે. ગુવાહાટીમાં નદી ભયજનક સપાટીની નજીક છે. દિબ્રુગઢમાં ઓલઈન્ડિયા રેડીયોની ઓફિસમાં પ્રિમાઈસિસમાં પાણી ભરાઈ ગયા છે. બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડમાં વીજળી પડવાને કારણે અને આસામમાં પુરને લીધે જાનહાનિ થતાં પીએમ મોદીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે રાજ્ય સરકારોને તમામ મદદની ખાતરી આપી હતી.
ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ અને વીજળીનાં કારણે 24 નાં મોત થયા છે. જેમાં દેવરિયામાં 9, બારાબંકીમાં 2, પ્રયાગરાજમાં 6, આંબેડકર નગરમાં 3, કુશીનગરમાં 1, ફત્તેહપુરમાં 1, ઉન્નાવમાં 1, બલરામપુરમાં 1 નું મોત થયું છે. જૌનપુરમાં વીજળી પડવાથી બેનાં મોત થયા હતા.ઉત્તરાખંડમાં પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. હિમાચલપ્રદેશનાં કુમાઉ અને હલ્દવાનીમાં નદીઓમાં પાણીની સપાટી વધી હતી. પિથોરાગઢ, ચંપાવત અને અલ્મોડામાં રસ્તા ધોવાઈ ગયા જતાં વાહનો ફસાઈ ગયા હતા. મુનસ્યારીમાં જમીન ધસી પડવાથી ૫૦ બકરીઓ દટાઈ ગઈ હતી. કાલી નદીએ ભયજનક સપાટી વટાવી હતી.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…