કેરીના રસિયાઓ માટે સૌથી મોટા સમાચાર: કેસર કેરીનો મોટાભાગનો પાક નાશ પામતા…

Share post

કેરીના રસિયાઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકની આબાદી અને સમૃધ્ધિમાં જેનું સર્વોત્તમ યોગદાન છે તે ગીર પંથકનું અમૃતફળ કેસર કેરીના પાકને ચાલુ વર્ષે ઘણું જ નુકશાન થયાનું સામે આવ્યું છે. જેના કારણે ખેડૂતો દ્વારા વળતર ચૂકવવાની માંગણી કરવામાં અવી છે. ગીરની પ્રખ્યાત કેસર કેરીને આ વર્ષે વાતાવરણે વ્યાપક અસર કરી છે જેનાથી 70 ટકા જેટલો કેસર કેરીનો પાક નાશ થયો છે.

આ વર્ષે કેરીના રસિયાઓ કેરીની સીજનમાં કેરી ખુબ જ ઓછી ખાવા મળશે. કેસર કેરીના ઝાડ પર ઈયળ, મઘીયો અને નાની જીવાતનાં કારણે વ્યાપક પ્રમાણમાં પાકને ભરે નુકશાન થયું છે. તાલાળા પંથકની જીવાદોરી સમાન ગણાતી કેસર કેરી નાશ પામતા કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવી કેરીના ઉત્પાદક ખેડૂતોને યોગ્ય વળતર ચુકવવાની માંગ કરવામાં આવી છે.

ગીર અને તાલાલા પંથકમાં મોટભાગનો વિસ્તાર કેસર કેરીના બગીચાથી ઘેરાયેલો છે. જેમાં કેસર કેરીના પાક આધારીત ખેડૂતોની સંખ્યા અનેક ગણી છે. અને આ ખેડૂતોને આખા વર્ષમાં એક જ વખત કેસર કેરીના પાકની આવક થતી હોય છે. પરંતુ આ પાક નિષ્ફળ જતા કેસર કેરીના પાક ઉપર જીવનનિર્વાહ ચલાવતા ખેડૂતો આર્થિક નુકસાનીને કારણે નોંધારા થઈ ગયા છે. આવા ખેડૂતોને ઉગારવા ખુબ જ જરૂરી છે.

ગુજરાતની પ્રખ્યાત એવી ગીર-તાલાલા પંથકના નાશ થયેલા કેસર કેરીના પાકનો સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવા માટે માંગ ઉભી થઈ છે. તાલાળા પંથકની વિશ્વ પ્રસિધ્ધ કેસર કેરીનો પાક છેલ્લા ઘણા વર્ષોથી ગ્લોબલ વોર્મીંગના ભરડામાં આવી ગયો છે. પરિણામે અનુકુળ આબોહવાના અભાવે છેલ્લા એક દાયકાથી કેસર કેરીના પાકને નુક્સાન થાય છે. જેના કારણે આંબાની ખેતી કરતા તાલાલા પંથકના અસંખ્ય ગામોના ખેડુતો દ્વારા કેરીના આંબા કાપી અન્ય ખેતી કરવામાં આવી રહી છે.

આ દરમિયાન, તાલાળાના સંઘ પ્રમુખ પ્રવીણભાઈ સોડવડિયાએ જણાવ્યું છે કે, ત્યાંના ખેડૂતો જણાવે છે કે તાલાલા પંથકની જાણીતી કેસર કેરીના આંબાનું કટીંગ થતુ અટકાવવા અમૃતફળ કેસર કેરીને પાક વિમાનું કવચ આપવાની લાંબા સમયથી માંગણી થઈ રહી છે. પરંતુ ચૂંટણી સમયે નેતાઓ આવે અને જાય પરંતુ વીમા કવચ નથી આવતું કે નથી યોગ્ય વળતર પણ આવતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post