દશામાં માતાજી, જન્માષ્ટમી અને ગણેશચતુર્થી જેવા તહેવારોની ઉજવણી અંગે મોટો નિર્ણય

Share post

હાલ કોરોનએ ચારે તરફ પોતાનો કહેર મચાવ્યો છે. દિવસેને દિવસે લોકોમાં કોરોનાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. એવામાં આવનારા સમયમાં મોટા મોટા તહેવારો આવી રહ્યા છે જેવાકે દશા માં, જન્માષ્ટમી અને ગણેશચતુર્થી. આ તહેવારોમાં લોકોની મોટા પ્રમાણમાં ભીડ એકઠી થાય છે, જેના કારણે કોરોનાનો ફેલાવો વધારે થઇ શકે છે. પરંતુ હાલ નિર્ણય આવી ગયો છે કે આ તહેવારોમાં શું કરવાનું છે અને શું નથી કરવાનું….

વર્તમાન વર્ષે આવનારા સમયમાં દશામાં માતાજીના મૂર્તિ સ્થાપના તથા વિસર્ઝન તથા શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી અને ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના અને વિસર્જનને ધ્યાને લઈન અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.ડી.વસાવાએ એક જાહેરનામા પ્રતિબંધ રજુ કર્યો છે. જાહેર કરેલા જાહેરનામા અનુસાર સુરત જિલ્લા( એટલે કેગ્રામ્ય વિસ્તારોમાં) તારીખ 20/7/2020 થી તારીખ 2/9/2020 સુધી પ્રતિબંધ ફરમાવી દીધો છે.

દશામાં માતાજી અને ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવની માટીની મૂર્તિ તથા શ્રી ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહીતની 02 (બે) ફૂટ કરતા વધારે ઊંચાઇની બનાવવા, વેચવા, સ્થાપના કરવા તથા જાહેર માર્ગ ઉપર પરીવહન કરવા ઉપર પ્રતિબંધ રહેશે. આ વર્ષે 2 ફૂટ કરતા વધારે ઊંચાઈની મૂર્તિઓ નહિ મુકવાનો આદેશ આપવામાં આવ્યો છે. દશામાં માતાજી, ભગવાન શ્રીકૃષ્ણની તથા શ્રી ગણેશજીની પીઓપી(POP)ની મુર્તીઓ અને ફાયબરની મૂર્તિ બેઠક સહિતની 02 (બે) કુટથી વધારે ઉચાઇની બનાવવા, વેચવા, સ્થાપવા, જાહેર માર્ગ ઉપર પરીવહન કરવા અને નદી, તળાવ સહિતના કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ રહેશે. સાથે-સાથે POP અને ફાયબરની મૂર્તિઓને નદી અથવા કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન કરવા સાફ-સાફ મનાઈ કરવામાં આવ્યો છે.

આ તહેવારો વચ્ચે મૂર્તિ બનાવનાર માટે પણ મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે તે જગ્યા તથા વેચાણ માટે રાખે છે તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઇપણ પ્રકારની ગંદકી કરવા કે કોઇપણ પ્રકારની મૂર્તિ રોડ ઉપર જાહેરમાં ટ્રાફીકને અડચણ થાય તે રીતે ખુલ્લી રાખવા ઉપર પ્રતિબંધ રહેશે. મૂર્તિઓની સ્થાપના દિવસ બાદ મૂર્તિકારોએ વેચાણ ન થયેલી તથા બનાવટ દરમ્યાન ખંડીત થયેલી મૂર્તિઓને બિનવારસી હાલતમાં મુકવા ઉપર પ્રતિબંધ રહેશે. ખાસ આ તહેવારો દરમિયાન મૂર્તિ બનાવનારને આ વાતની ખાસ ખબર અને ધ્યાન રાખવું પડશે.

સાથે-સાથે કોઇપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇ ચિન્હો કે નિશાની વાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા, વેચવા અને સ્થાપના કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મૂર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. હાલના સમયમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલતી હોય જેથી સરકારની ગાઇડલાઇન મુજબ કોઇપણ જાતના સામાજીક કે ધાર્મીક કાર્યક્રમ/મેળાવડા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.

દશામાં માતાજી, ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ તથા શ્રીગણેશ મહોત્સવ અનુસંધાને જાહેરમાં મંડપ કે પંડાલ બાંધવા અંગે ખાસ મનાઈ કરવામાં આવી છે. તેમજ સોસાયટીના કોમન પ્લોટમાં, રસ્તા-શેરી અને મહોલ્લા જેવા બહારના સ્થળોએ મૂર્તિ સ્થાપના કરવા માટે પણ ખાસ મનાઈ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકોને ભેગા કરી જાહેરમાં ઉજવણી કરવાની પણ સાફ મનાઈ કરવામાં આવી છે. અને અંતે વિસર્જન શોભાયાત્રા કાઢવાની પણ મનાઈ કરવામાં આવી છે અને ઘરે જ મૂર્તિનું વિસર્જન કરવાનો આદેશ આપ્યો છે. અહિયાં જણાવેલા હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર પણ થશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…